________________
સ્થિતિ અ. અથવા યુગલની ય તે કઈ
પુસ્તક ૨-જુ પરિણામ વડે પ્રવિણ-યુક્ત હોય છે. એથી એવા પ્રકારની ક્રિયાથી પરિણત થયેલું દ્રવ્ય તે જ ગતિ અને સ્થિતિ શબ્દ વડે કહેવાય છે, તેવા પરિણામ રહિત જે દ્રવ્ય હોય તે ગતિ અને સ્થિતિ કિયાની પ્રાપ્તિ થતી નથી. એક જ દ્રવ્ય બંને ગતિ–સ્થિતિમાં સહાયક છે એ અર્થ ન થાય તે માટે યથાસં = અનુક્રમે એ પદ આપ્યું છે.
જીવ–પુદ્ગલે ગત્યાદિ કિયાવાળા છે. જ્યાં ગતિ છે ત્યાં સ્થિતિ અવશ્ય હોય છે. માટે ગતિ અને સ્થિતિ બંને ક્રિયાનું ગ્રહણ થયું છે. અથવા ધર્માસ્તિકાય કવ્ય સર્વલેકવ્યાપી હેવાથી સર્વ ઠેકાણે રહેલા જીવ અને પુદ્ગલેની ગતિ હંમેશા કેમ થતી નથી? કારણ કે સંપૂર્ણ કારણ સામગ્રી હોય તે કાર્યની ઉત્પત્તિ અવશ્ય થવી જોઈએ. એ પ્રમાણે અધમસ્તિકાય પણ સર્વત્ર હેવાથી હંમેશાં સ્થિતિ પણ જરૂર થવી જોઈએ.
આ શંકા દૂર કરવા માટે ભાષ્યકાર મહારાજાએ તિમતાં એ પદ આપ્યું છે, પોતાની મેળે જ જે દ્રવ્યમાં ગતિપરિણામ અથવા સ્થિતિ પરિણામ થયેલ હોય તે દ્રવ્યને જ ધર્મ-અધર્મ દ્રવ્ય ગતિ અથવા સ્થિતિમાં આકાશ-કાલ વિગેરેની માફક અપેક્ષા કારણ તરીકે ઉપકારી છે, પરંતુ ધર્મ-અધર્મ એ જીવ–પુદ્ગલેની ગતિ-સ્થિતિ બનાવનાર નથી. ગતિ–સ્થિતિને બનાવનાર તે તે ગતિપરિણામે પરિણમેલ જીવ દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય છે. ધર્મા– ધર્મ તે અનુપઘાતક-અનુગ્રાહક-ઉપકારક છે. સ્વભાવથી અથવા પ્રગથી ગતિ–સ્થિતિ પરિણામે પરિણમેલા દ્રવ્યોને ગતિ–સ્થિતિમાં ધર્મ– અધર્મ ઉપકાર કરે છે.
આ જ વાત દષ્ટાંતથી સમજાવે છે-નદીનું આવર્ત તળાવ-હદ્દ અને સમુદ્રનું અવેગવાહિત્ત્વ = વેગ વિનાના પ્રવાહપણું હેતે છતે એટલે કે પ્રવાહને વેગ હોય અને વેગમાં મત્સ્ય વિગેરે તણાય તેમાં પાણીના વેગથી મત્સ્ય વિગેરેની ગતિ થાય છે, એમ કહેનારને