________________
પુસ્તક ૧-૯
૩૩ આવી સ્થિતિ ચમરેન્દ્રને પિતાના સામાનિકોને મોક્ષે જબરજ લાગતું હતું અને તે પણ ખરે, છતાં મદોન્મત્તપણને લીધે ઉત્પન્ન થયેલી દુબુદ્ધિને સફળ કરવા તરફ દોરાયેલે તે ચમરેન્દ્ર સામાનિક-પર્ષદાના દેવતાઓને નિર્માલ્ય ગણીને સ્વયં પોતાના બલની અદ્વિતીયતા સમજતે સૌધર્મ-ઇંદ્રને પરાભવ કરવા માટે અમરચંચા રાજધાનીથી નીકળી પડ્યો હતે.
ભવિષ્યમાં જેઓને આપત્તિના પ્રસંગે આવવા છતાં પણ આપત્તિ ભેગવવાની હોતી નથી, તેઓને દુબુદ્ધિએ દુષ્ટમાર્ગ તરફ વર્તવા માટે ધક્કો મારેલ હોય છે. નજીકના કુટુંબિએ કકળાટ કરીને પણ કેરાણે બેસી ગયેલા હોય છે. જીવનના નિર્વાહ માટે કે કુટુંબની વૃત્તિ માટે અથવા જાગીરના ઝળહળતા લાભને માટે સેવામાં સદા તત્પર રહેવાવાળા જાગીરદારે પણ જીવના જોખમે સેવા કરવાની વાતે જતી કરે યાવત દુબુદ્ધિથી થતા દુષ્ટ વર્તનના દુતમ પરિણામ ભોગવવાના ભયથી ભાઈ-ભાંડુ સર્વ ભાગી જાય છે, અને દુષ્ટબુદ્ધિથી પ્રેરાયેલે દુષ્ટ વર્તનમાં ડુબેલે તે દુષ્ટ-આત્મા સર્વથા નિરાધાર સ્થિતિમાં આવી પડે છે, તેવી વખતે પણ ભાવીન ભવ્યપણના ભણકારાથી એક કિરણનું આવલંબન જરૂર તેવા મનુષ્યને
પણ મળે છે.
તેવી રીતે અભિમાનથી આંધળે બનેલે ચમરેન્દ્ર, સામાનિકેથી સર્વથા દૂર કરાયેલે ચમરેન્દ્ર, ચમરચંચા રાજધાનીને અસુર કુમારોએ અલગે કરાયેલે ચમરેન્દ્ર, અભિમાનના ઊંધા પડલે ઊંધું દેખીને મદોન્મત્ત થઈ સર્વથી છુટા પડી નીકળી ગયેલે ચમરેન્દ્ર હાલ છે, છતાં પણ ભવિષ્યના ભવ્યના ભણકારમાંથી એક અમ– કિરણને ભણકારે તેના હૃદયમાં ઝળકી નીકળે છે કે કદાચ સૌધર્મ દ્રિના સપાટામાં સપડાવવાનો સમય સાંપડી જાય તે મારા અત્યંત પ્રિય અને અનાધાર એકલા આત્માનું રક્ષણ કરવામાં રક્ત મને કોણ મળશે ?
આ. ૫