________________
છે. પુસ્તક-૧ લું
પ૭ ને અને સમાગમ કરાવનાર પણ ભગવાન જિનેશ્વર મહારાજનાં કરો અને મૂર્તિઓ બને છે. 1. વળી શ્રાવક-વર્ગની પરદેશગમનની સમાચારીને જેઓએ શ્રાવક-પ્રાપ્તિ વિગેરે ગ્રંથે દ્વારા સાંભળી-જાણી હશે, તેઓને સ્પષ્ટ માલમ હશે કે શ્રાવકોએ શ્રાવકોને શ્રી જિનચેત્યાદિ-વંદન દ્વારા પરસ્પર અભિવાદન અને વાત્સલ્ય કરવાનું હોય છે. એટલે અનેક ગામ કે નગરના અનેક સાધર્મિઓને સંબંધ કરાવીને આત્માને ધર્મ તરફ દોરનાર જે કોઈ પણ પ્રબળ અને સ્થાયી હેતુ હોય તે તે ભગવાન જિનેશ્વર મહારાજનું ચિત્ય અને પ્રતિમા છે.
શ્રી પંચવસ્તુ વિગેરેમાં સ્પષ્ટ શબ્દોથી એમ જણાવવામાં આવે છે કે ભગવાન જિનેશ્વર મહારાજનાં ચિત્ય અને મૂર્તિ કરાવનારે એ પણ ભાવના જરૂર રાખવી જોઈએ કે અહિં આવનારા અનેક ભવ્ય-જીમાંથી કેટલાક ભવ્ય-જી સદ્ગુરુના ઉપદેશામૃતથી સીંચાઈને જૈનધર્મ પામશે અગર નવપલવિત કરશે. તેમજ કેટલાક ભવ્ય જીવે ભગવાન જિનેશ્વર-મહારાજની મૂર્તિની પરમશાન્ત-દશા દેખીને તથા ભગવાન્ જિનેશ્વર-મહારાજનું અજ્ઞાન આદિ અઢારે દોષ રહિતપણારૂપ સ્વરૂપ દેખીને પોતાના આત્માને સંસારસમુદ્રથી ઉદ્ભરવા માટે તૈયાર કરશે. માટે આ દૃષ્ટિએ પણ શ્રી જિનેશ્વર ભગવાનનું ચૈત્ય અને મૂર્તિઓની કર્તવ્યતા જરૂર કલ્યાણને કરનારી છે, એમ નક્કી થશે. રત્નત્રયાદિની વૃદ્ધિ શાના પ્રતાપે ?
યાદ રાખવું કે જન્મ, વિવાહ કે મરણના પ્રસંગોમાં ધર્મની ભાવના સામાન્યપણે ધરાવનારા અગર નહિં જેવી ધરાવનારાઓને બોલાવી શકાશે કે નિમંત્રણ કરી શકાશે, પરંતુ સંસાર-સમુદ્રથી ઉદ્ધારવા માટે કટિબદ્ધ થઈને ધર્મ–પ્રવહનું આલંબન લેનાર શુદ્ધ સાધર્મિકવર્ગને નિમંત્રણ કરવાનું અને તેઓને આવવાનું તે ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિષ્ઠા વિગેરે ધર્મકાર્યોમાં જ બની શકે, માટે સાધમિકેને સંગ કે તેઓની ભક્તિ ઈચછનારા ધર્મિષ્ટપરશે તો તે પ્રતિષ્ઠાદિ તરફ નજર રાખ્યા સિવાય છુટકો નથી.