________________
આગમત
પ્રસંગ તે તે કરતાં જુદે સ્થાને હોય છે. અર્થાત્ જે ગ્રામ અગર નગરમાં પૂર્વકાળે ધર્મિષ્ઠ-પુરૂષોની સંખ્યા અધિક હોય અને તે સ્થાને કોઈપણ કારણને લીધે જૈનીઓની સંખ્યા ઘટી ગઈ હોય અગર ત્યાં રહેવાવાળા જૈન-ધમીઓની સ્થિતિ માલ–મીતની અપેક્ષાએ ઘસાઈ ગઈ હોય ત્યારે જ મુખ્ય રીતિએ જીર્ણોદ્ધારને પ્રસંગ આવે છે. અને તેને સ્થાને તે વખતે તે મંદિર અને મૂર્તિના જીદ્ધાર કરનારને બીજા સાધમિકો તરફથી દ્રવ્યનો સદુપયોગ કરવામાં ઉત્સાહને વધારવાનું સાધન પણ હોતું નથી અને તેમ બનતું પણ નથી, પરંતુ જીર્ણોદ્ધાર કરનારને માત્ર પિતાના ઉત્સાહને આધારે જ તે કાર્ય કરવું પડે છે. એ સ્થિતિને વિચારનારે મનુષ્ય કઈ દિવસ પણ જીર્ણોદ્ધારનું અધિક ફળ ધાર્યા અને માન્યા સિવાય રહેશે નહિં. સમ્યગ્દર્શનની ગંગા વહેવડાવનાર પવિત્ર કાર્ય કર્યું?
બીજી એ પણ વાત ધ્યાનમાં રાખવાની છે કે નવાં મંદિર અને ચા બનાવવાની જગ્યા કરતાં પ્રાચીન મંદિર, ચિત્ય અને મૂત્તિઓનાં સ્થાને અનેક ભવ્ય-ધર્મિષ્ઠ છને સાતિશયપણાને લીધે સમ્યકત્વની વૃદ્ધિને તથા દઢતાને કરનારાં હોય છે, અને તેથી તેવાં પ્રાચીન ગ્રત્યે અને તેવી પ્રાચીન મૂર્તિઓને જે ઉદ્ધાર કરે તે ખરેખર જૈનશાસનમાં સમ્યગ્દર્શનની ગંગા વહેવડાવવા જેવું પવિત્ર કાર્ય છે અને તે દ્વારા જીર્ણોદ્ધારનું ફળ અનેકગણું મનાય તેમાં આશ્ચર્ય નથી.
(ક્રમશઃ)
આગમજ્ઞાનની ગહનતા
વિવેક ચક્ષુથી તત્વાતત્વના વિભાગપૂર્વક પદાર્થોનું જ્ઞાન આગમિક પદાર્થોના ચિંતનમાંથી ઉપજતી નય–સાપેક્ષ વિચારણાથી થવા પામે છે.
તેથી આગમનો અભ્યાસ જ્ઞાની-નિશ્રાએ વિનયપૂર્વક કરે જોઈએ.