________________
૩૮
આગમત
રહેલું હતું અથાત્ ઠેઠ સૌધર્મદેવકથી ભગવાન મહાવીર મહારાજના ચરણકમળ સુધી આવતાં ચમરેન્દ્રની સ્થિતિ વાના વમળમાંથી જ છુટી પડેલી નથી, તેવા વખતમાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજની પાસે સૌધર્મેદ્રનું આવવું થયું કારણ કે અમરેન્દ્રના અધમતમ વર્તન અને વચનને લીધે સૌધર્મ-ઈન્દ્રને વજ મૂકવાની જરૂર પડી, પરંતુ સિંહના શબ્દ માત્રને સાંભળવા માત્રથી સારંગના શરીરમાં ત્રાસ છુટે, મેરને દેખવા માત્રથી સપના શરીરમાં ભયના વેગે ઉત્પન્ન થાય, તેવી રીતે સૌધર્મ ઇંદ્રમહારાજે મૂકેલા વજીના વેગના સ્વરને સાંભળતાં અને વજમાંથી નીકળતા જાજ્વલ્યમાન અગ્નિના કણીયાઓની પરંપરાને દેખતાંની સાથે તે અમરેન્દ્રને ત્રાસ છૂટ.
અમરેન્દ્રના હદયમાં રહેલ સર્વ અભિમાન એક જ સપાટે ગળી ગયું, અપમાન કરવાની ધારણું ઉડી ગઈ, તિરસ્કારના વચન નેને વેગ વિસજાઈ ગયે. એટલું જ નહિ, પરંતુ તે વખતે ચમરેન્દ્રને પિતાનું જીવન કેમ રહેશે? એની પણ શંકા પડી ગઈ.
જે કે દેવતાઓના આયુષ્ય અનપત્તનીય હોય છે, એટલે કોઈ પણ બીજા અંગોને લીધે દેવતાના આયુષ્યનું ઘટવું થતું નથી, પરંતુ સૌધર્મઇદ્ર તરફથી મુકાયેલા વજની ભયંકર દશા જેતા ચમરેન્દ્રને પોતાના જીવનને પણ સંશય થાય તે અસ્વાભાવિક નહોતું, તેવા સંશયને લીધે ચમરેન્દ્ર એકદમ જે શ્રમણ ભગવાન મહાવીર મહારાજનું શરણ કરીને ગયા હતા, તે જ શ્રમણ ભગવાન મહાવીર મહારાજના ચરણકમળનું શરણ લેવા ચાલ્ય.
આ આખા પ્રસંગમાં અમરેન્દ્ર આગળ આગળ જાય છે અને વજ પણ તે ચમરેન્દ્રની પુંઠ છોડતું નથી. સોધમટિના વિમાનમાંથી ચમરેન્દ્ર નીકળી ગયે.