________________
પુસ્તક ૧ લુ'
પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી તેત્રના વિષયને વર્ણન કરતાં સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે રાજ્યગુળ હૈ
અર્થાત્ ભગવાન જિનેશ્વર મહારાજના અદ્વિતીય એવા શરીરના ઉત્તમ લક્ષણેનું વર્ણન જેમાં હેય તેવાં સ્તવનાદિ કહેવાં જોઈએ.
વળી ભગવાન જિનેશ્વર મહારાજનું ચારિત્ર જેમાં વર્ણન કરાયેલું હોય, પરિષહ અને ઉપસર્ગનું જીતવું જેમાં વર્ણન કરાયેલું હેય.
તેમજ ભગવાન જિનેશ્વર મહારાજની દેશના અને તે દેશનામાં જણવાયેલા તનું જેમાં નિરૂપણ હોય એવાં સ્તુતિ સ્તોત્ર શુભભાવની વૃદ્ધિ કરનારાં ગણાય અને આવાં તેથી ભગવાન જિનેશ્વર મહારાજની સ્તુતિ કરવી એ લાયક છે.
વળી ભગવાન જિનેશ્વર મહારાજની પૂજાના પ્રભાવથી કે જિનેશ્વર મહારાજના પ્રભાવથી પ્રાપ્ત કરવા લાયક એ સંસારથી વૈરાગ્ય તેમ જ તેવા બીજા ગુણે કે જે પ્રાર્થના કરવા લાયક એટલે પ્રણિધાનમાં લેવા લાયક છે, તેવા પ્રણિધાનના વિષયેથી ભગવાનનું સ્તવ–પૂજન કરવું જોઈએ. એટલે વર્તમાન કાળમાં નૃત્યપ્રિય અને શુગારમય કવિતાને ભગવાન્ જિનેશ્વર મહારાજની પૂજામાં સ્થાન ન હોય તે અસ્વાભાવિક નથી. દેવવંદનમાં અંત્ય વિધાન શાનું?
ભગવાન જિનેશ્વર મહારાજનું વંદન કે જે ચૈત્યવંદનના નામે પ્રસિદ્ધ છે તે પ્રણિધાન વગરનું હોય જ નહિ અને તેથી બાર અધિકારવાળા દેવવંદનમાં જેમ પ્રણિધાન આખું જરૂરી ગણ્યું છે તેમજ એક સ્તુતિના દેવવંદનમાં પણ તે પ્રણિધાનને આવકાર આપેલ છે.
પૂ. આ. શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજના વખતમાં બહુલતાએ બાર અધિકારની દેવવંદનની પ્રવૃત્તિ હોવાથી અને તેવા દેવવંદનમાં