________________
પં.
પુસ્તક ૧-લું ઋદ્ધિથી રહિત શ્રાવકેએ શું કરવું?
ઋદ્ધિમાન શ્રાવકની અપેક્ષાએ ચૈત્યગમનને અને પૂજાદિકને વિધિ ઉપર શાસ્ત્રકારમહારાજે જણાવ્યું, પરંતુ જેઓને કોઈપણ પ્રકારની તેવી સામગ્રી ન હોય, થાવત્ અક્ષત-ફલ આદિકની પણ શક્તિ કે સામગ્રી ન હોય એવા અદ્ધિ વગરના શ્રાવકોને માટે ચૈત્યગમનને વિધિ જણાવતાં શાસ્ત્રકાર જણાવે છે કે આ બધે વિધિ ઋદ્ધિમાન શ્રાવકને માટે કહ્યો છે, પરંતુ જેઓ કોઈપણ પ્રકારની શક્તિ ન ધરાવતા હોય તેવા શ્રાવકો પિતાના ઘરે સામાયિક કરે અને પછી જો તેને કેઈનું દેવું ન હોય, અગર કોઈની સાથે ઝગડે ન હોય, તે ઉત્તમ સાધુની માફક પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના ઉપગવાળો રહીને ભગવાન જિને ધર મહારાજના મંદિરે જાય. તે અદ્ધિરહિત શ્રાવકને પણ તે જિનેશ્વર મહારાજના મંદિરમાં ભાવપૂજાને અનુસરતે નષેધિકાત્રિક વિગેરેનું અનુષ્ઠાન જે ચૈત્યવંદન ભાગ્યમાં જણાવેલું છે અને જે ત્રાદ્ધિમાન શ્રાવકોને માટે પણ કરવાનું કહ્યું છે, તે કદ્ધિરહિતને માટે પણ જાણવું. અદ્ધિઓ રહિત એવા શ્રાવકને બિલિદી આદિ ભાવ અનુષ્ઠાન કરવાનું છે, એમ જ નહિં, પરંતુ આચાર્ય મહારાજ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે જે તે જિનેશ્વર મહારાજના મંદિરમાં તે અદ્ધિરહિત શ્રાવકોને ફૂલાદિકનું શોધવું, ગુંથવું વિગેરે કાયાથી કરવા લાયક કંઈક ભક્તિનું અનુષ્ઠાન મળે એવું હોય તે તે અદ્ધિ રહિત શ્રાવકે સામાયિક પારીને મંદિરને અંગે કુલ શોધવાદિકનું કાર્ય કરવું. દ્રવ્યસ્તવ માટે ભાવસ્તવનો ત્યાગ શા માટે?
આ સ્થાને જિનેશ્વર-મહારાજની ભક્તિનું મહત્વ નહિં સમજનારા કેટલાક મનુષ્યો એમ કહેવા તૈયાર થાય કે ભગવાન જિનેશ્વરની ભક્તિ દ્રવ્યસ્તવરૂપ છે, અને સામાયિક એ ભાવસ્તવરૂપ છે, અને દ્રવ્યસ્તવ તથા ભાવસ્તવ વચ્ચે તે મેરૂ અને સરસવ જેટલું આંતરૂ છે, તે સરસવ જેવા દ્રવ્યસ્તવે માટે મેરૂપર્વત જેવા ભાવસ્તવને ત્યાગ કેમ કરાય? પરંતુ આવું કહેનારાઓ એ વિચારતા નથી કે—