________________
પુસ્તક ૧ લુ
પૂજાને અંગે જિનિ છે, વળી બીજી સિદી કરતાં જિનચૈત્યના વ્યાપારને જે નિષેધ કરવામાં આવે છે, તે પણ જિનેશ્વર-મહારાજની દ્રવ્યપૂજા કે ભાવપૂજા કરતી વખતે જિન–ચૈત્યને વ્યાપાર ન ક. એટલા પૂરતા જ અર્થને જણાવનાર છે, એટલે જેમ શ્રી જિનમન્દિરમાં પ્રવેશ કરતી વખતે ગૃહ-વ્યાપારના નિષેધ માટે કરેલી નિસરી માત્ર જિનમંદિર પૂરતી જ છે, પરંતુ જિન-મંદિરની બહાર નિકળ્યા પછી પણ ગૃહ-વ્યાપાર ન કરે તે માટે નથી.
વળી જિન–મંદિરના વ્યાપારને પણ દ્રવ્યપૂજા કરતાં પહેલાં જે સિદ્દી કહીને નિષેધ કરવામાં આવે છે, તે પણ જિનેશ્વર ભગવાનની દ્રવ્યપૂજા અને ભાવપૂજા કરતી વખતે જ તે જિનચૈત્ય વ્યાપાર ન કર એટલા પૂરતે જ નિષેધ જણાવવા માટે છે, અને તે કારણથી દ્રવ્યપૂજા અને ભાવપૂજા કરી રહ્યા પછી પણ જિનગૃહના વ્યાપારની પ્રવૃત્તિ કરવામાં એટલે કે સલાટ-સુથાર વિગેરે કામ બતાવવામાં કે હિસાબ કરવામાં તથા જિનમંદિરની આશાતના ટાળવામાં અગર તેને હિસાબ–લેખું વિગેરે જેવામાં કઈપણ જાતની અડચણ નથી, તેવી જ રીતે અહિં પણ ભગવાન જિનેશ્વર-મહારાજની ભાવપૂજા કરતી વખતે ભગવાનની દ્રવ્યપૂજાને કે જિનચહને વ્યાપાર કર નહિ, એટલા પૂરતે જ સિદી શબ્દથી કરાયેલ નિષેધ છે, પરંતુ ભાવપૂજા કરી રહ્યા પછી દ્રવ્યપૂજા થાય જ નહિ એવું જણાવવાનું નથી, અને તેને માટે સિદી શબ્દ પણ નથી. કદાચ ભાવપૂજા કર્યા પછી પુષ્પાદિકથી દ્રવ્યપૂજા નહિ કરે, પરન્તુ ભાવપૂજામાંથી ઉઠડ્યા પછી જિનચૈત્યમાં આશાતના દેખાય તેને ટળવા પ્રયત્ન શું નહિ કરાય?
કહેવું જ જોઈશે કે ભગવાન જિનેશ્વર-મહારાજની ભાવપૂજા કર્યા પછી પણ ભગવાન જિનેશ્વર-મહારાજના ચૈત્યમાં આશાતના નવી થઈ હોય કે ભૂલથી રહી ગઈ હોય તે તે ટાળવી કે ટળવવી જ જોઈએ. તે પછી ભગવાન જિનેશ્વર-મહારાજની ચૈત્યવન્દનાદિ