________________
૩૦
આગમન પૂર્વભવના વૃત્તાન્તની પ્રસિદ્ધિવાળા ઈકો કયા
વર્તમાન કાળના એસડે ઈંદ્રમાં પૂર્વભવના વૃત્તાન્તના પ્રસિદ્ધિપૂર્વકના ચાર ઇદ્રો ગણાય છે. સૌધર્મ–દેવકના શકેન્દ્ર કે જેઓ કાર્તિક શેઠ હતા, ઈશાન દેવલેકના ઇશાને કે જેઓ પહેલા ભવમાં તામલિ તાપસ હતા અને અસુરકુમારમાં દક્ષિણ નિકાયના ચમરેન્દ્ર કે જેઓ પહેલા ભવમાં પૂરણ નામના તાપસ હતા અને ચેથા અય્યતેન્દ્રના જીવ કે જે પૂર્વ ભવમાં સીતાજી હતા.
આ ચાર ઇદ્રના છ પૂર્વભવના વૃત્તાન્તથી જાહેર છે, તેમાં તામલી અને પૂરણ એમ બે ઈંદ્ર પૂર્વભવની વખતે શ્રી જિનેશ્વર મહારાજની શાસનની શ્રદ્ધા અને કૃત્તિવાળા નહેતા અને સતી શિરામણી સીતાજીની વખતે સાક્ષાત્ તીર્થકરનું વિચારવું નહોતું. એટલે શ્રી જૈનશાસનની શ્રદ્ધા અને વૃત્તિ છતાં પણ સાક્ષાત્ તીર્થંકરની પાસે આવવાનું ઉત્પન્ન થવાની સાથે પ્રસંગ ન મળે એ સ્વાભાવિક છે. એટલે સાક્ષાત ભગવાન તીર્થંકર મહારાજની છાયામાં પૂર્વભવનું જીવન વ્યતીત કર્યું હોય અને તે જીવનમાં કરેલી આરાધનાના પ્રતાપે ઈંદ્રપણું પ્રાપ્ત કરી ભગવાન તીર્થંકર મહારાજની ભક્તિ માટે સાક્ષાત તીર્થકર ભગવાન પાસે આવી બત્રીસ બદ્ધ નાટક કેઈપણ વર્તમાન માંહેના ઇદ્રોમાંથી કેઈએ પણ કર્યું હોય તે તે માત્ર સૌધર્મ નામને જ દેવેન્દ્ર છે. કાર્તિક શ્રેષ્ટિને જીવ નાટક શા માટે કરે?
વર્તમાનમાં જે સૌધર્મેન્દ્ર છે, તે શ્રી કાર્તિક શ્રેણીને જીવ છે અને તેઓએ ભગવાન મુનિસુવ્રત સ્વામીજી પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. એ વાત વર્તમાન કાળની જૈન જનતાથી ઘણજ પરિચિત છે.
કારણ કે વર્તમાન કાળની જૈનજનતા દરેક ચાર્તુમાસમાં પર્યુષણની વખતે શ્રી પજુસણુ-કલ્પસૂત્ર શ્રદ્ધા અને બહુમાન