________________
૨૯.
પુસ્તક-૧ લું
પરન્તુ અનુયોગ એટલે વ્યાખ્યાની અપેક્ષાએ શ્રીઆવશ્યકનિર્યુક્તિની અંદર ભગવાન રાષભદેવજી–મહારાજ અને ભગવાન મહાવીર સ્વામી મહારાજના જન્માભિષેકની વખતે દેવેંદ્રોએ અત્યંત વિસ્તારથી જન્માભિષેક કરેલે તેનું વર્ણન કરવામાં આવેલું છે અને તે પ્રસંગમાં દેવંતોએ કરેલા નાટકને અધિકાર પણ ત્યાં જણાવવામાં આવ્યો છે અને અનુગની અપેક્ષાએ શ્રી આવશ્યક અનુગ પ્રથમ સ્થાને હેઈને તેમાં જણાવેલા દેવેન્દ્ર-પૂજાના અધિકારનું મુખ્ય પદ આપવામાં આવે, તેમાં આશ્ચર્ય નથી.
આ કારણથી પૂ આ. શ્રી હરિભદ્રસૂરિજી મ. વિગેરેના શ્રી પંચાશકછ વિગેરે પ્રૌઢ-ગ્રંથમાં દેવેન્દ્રોના અનુકરણથી અને દેવેન્દ્રોના દૃષ્ટાન્તથી પૂજન વિગેરે વિધિઓ જણાવવામાં આવે છે, તેવીજ રીતે અહીંયા શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજે પણ નૃત્યપૂજાની અંદર દેવેન્દ્ર વિગેરેનાં દષ્ટાન્તની મુખ્યતા રાખી છે.
સામાન્ય રીતે કલિકાલ સર્વજ્ઞ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી અને માલધારી શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજના ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર અને ભવભાવનામાં કહેલ શ્રી નેમિચરિત્રના હિસાબે દેવેન્દ્ર આદિનું તીર્થંકર મહારાજના જન્માદિક કલ્યાણની વખતે આવવું અને નાટક કરવું થાય જ છે. - શ્રી ભગવતીજી વિગેરે સૂત્રોમાં પણ દેવેન્દ્ર આદિના ઉપપાતની વખતે ભગવાન જિનેશ્વર મહારાજ વિગેરેને વંદન કરવા આવતાં દેવેન્દ્રો વિગેરેએ નાટક કરેલાં છે, એ વાત જૈન જનતામાં અત્યંત જાહેર છે. '
પરતુ નામ-નિર્દેશપૂર્વક એટલે પૂર્વ ભવનાં વૃત્તાન્તની જાહેરાત પૂર્વકનાં જાહેર જીવનવાળાં જીવનું દેવેન્દ્રપણે ઉત્પન્ન થયેલું હોય અને તેમને ભગવાન જિનેશ્વર મહારાજની આગળ નાટક કરેલું હોય છે તેવું દષ્ટાન્ત વિશેષ કરીને કાર્તિક-શ્રેણીને જીવ જે સૌધર્મ ઈન્દ્રપણે ભગવાન મુનિસુરત સ્વામીજીની આરાધનાથી ઉત્પન્ન થયેલ છે. તેમને વિશેષે લાગુ થાય તેમ છે..