________________
૨૮
આગમત
નાટકે જુદા જુદા આકારમાં દેવકુમાર અને દેવકુમારીએ કરીને બત્રીસમા નાટકમાં શ્રમણ ભગવંત મહાવીર-મહારાજને અંગે અભિનય કરતાં નીચે જણાવેલી વસ્તુ દેખાડે છે. અંતિમ નાટકમાં શું દર્શાવાય છે?
ભગવાન મહાવીર-મહારાજને પહેલાંને છેલ્લે મનુષ્ય ભવ ૨ દેવલેકમાંથી છેલ્લે ઓવન ૩ છેલ્લું ગર્ભસંહરણ ૪ ભરત ક્ષેત્રની અવસપિણીમાં કેટલા તીર્થકર તરીકે જન્માભિષેક ૫ છેલ્લે બાલભવ ૬ છેલ્લું યૌવન ૭ છેલ્લા કામ–ભેગ ૮ છેલ્લે દીક્ષા મહોત્સવ ૯ છેલ્લી તપશ્ચય ૧૦ છેલ્લી જ્ઞાનેત્તિ ૧૧ છેલ્લી તીર્થ પ્રવૃત્તિ ૧૨ છેલ્લું પરિનિર્વાણ એ બાર અધિકારથી બંધાયેલું ચરમ-નિબદ્ધ નામના નાટકને દેવકુમાર અને દેવકુમારીએ દેખાડે છે.
તે બત્રીસબદ્ધ નાટક દેખાડયા પછી નાટયવિધિની સમાપ્તિમાં મંગલ તરીકે ચારે પ્રકારનાં વાજાં વગાડે છે, ત્યારે પ્રકારનાં ગાયને ગાય છે અને પછી અંચિત વિગેરે ચાર પ્રકારનાં ન ટક વિધિ દષ્ટાન્ત વિગેરે ચાર પ્રકારના અભિનય વિધિ દેખાડીને તે બધા દેવ કુમાર અને દેવકુમારીએ એકરૂપ થઈ ગયા. યાવત્ સૂર્યાભદેવતા જે દિશાએથી આવ્યું હતું તે દિશાએ ચાલે ગયે. જન્માભિષેકની વખતે પણ નાટકની ભલામણ
જો કે આચાર્ય મહારાજ દેવેન્દ્રસૂરિજીએ નૃત્ય-પૂજાના અધિકારમાં સૂર્યાભદેવતાને અધિકાર મુખ્યતાએ જણાવેલ નથી, પરંતુ આગમોની અંદર જ્યાં જ્યાં દેવતાઓના નાટકોની ભલામણ કરવામાં આવે છે, ત્યાં ત્યાં સુભદેવતાના નાટકની ભલામણ કરવામાં આવે છે. તેથી મૂળ-આગમોની વાચનાની અપેક્ષાએ રાયપાસેણી-સૂત્રને અભ્યાસક્રમ પહેલે હોવાથી મૂળ-આગમાં જે બીજા દેવતાઓને નાટકને અધિકાર આવે છે, તે બધા તેની પછી આવે છે. તેથી સર્વત્ર તે રાચપસેલ્ફીમાં કહેલા સૂર્યાભ- સૂર્યાભદેવતાના નાટકની ભલામણ કરાય તે ગ્ય જ છે.