________________
પુસ્તક-૧ લું પિતાના ભવસિદ્ધિકપણા આદિના નિશ્ચયને સાંભળવાને અંગે છે અને તેથી તે સાંભળીને થયેલા હર્ષથી કરાયેલું નાટક કેઈપણ સમ્યગ્દષ્ટિપણ આદિના શ્રવણથી થતી હર્ષ–ઉત્પત્તિને ગણનારને લાયક છે.
સાઈઠ વર્ષ સુધી અપુત્રપણાને લીધે વ્યથિત હૃદયવાળી વ્યક્તિ પુત્પત્તિને શ્રવણ કરીને જે હર્ષને ધારણ કરે, તેના કરતાં અનંતગુણ હર્ષને આત્મા પિતાના સમ્યગ્દષ્ટિપણા આદિના નિશ્ચયને જાણવાથી ધારણ કરે એમાં સુજ્ઞોને માટે આશ્રર્ય નથી.
જગતમાં સર્વકાળ નિ:સંતાન રહેલા મનુષ્યને જેમ તે સાઈઠ વર્ષના મનુષ્યને સંતાનોત્પત્તિના શ્રવણથી થયેલો હર્ષ ઘેલછા જે લાગે, તેવી જ રીતે સમ્યગ્દષ્ટિને પિતાના સમ્યગ્દષ્ટિપણું આદિના શ્રવણને અંગે થયેલે હર્ષ અને તેને લીધે થયેલી નૃત્ય આદિની ચેષ્ટા મિથ્યાષ્ટિઓને તે જરૂર ઘેલછા જેવી જ લાગે! પરંતુ એમાં નવાઈ જેવું કાંઈ નથી. સૂર્યાભદેવની મનેદશા.
આવી રીતે નાટકનું મૂળ કારણ જણાવ્યા પછી સૂર્યદેવતા નાટકક્રિયાને ઉપક્રમ કેવી રીતે કરે છે? તે હવે વિચારીએ.
જયારે શ્રમણ ભગવંત મહાવીર મહારાજે સૂર્યાભદેવતાને ભવસિદ્ધિક એટલે ભવ્યપણું આદિ દશાવાળે જણાવ્યું, ત્યારે તે સૂર્યાભદેવતા હર્ષવાળે અને સંતોષવાળો થયો એમ નહિં, પરંતુ પિતાના ચિત્તમાં આનંદની લહેરે પામવાવાળે તે થયે. તે આનન્દની લહેર એટલી બધી તીવ્રતાને પામી કે કેઈપણ વખત પિતે જે મનના ઉલ્લાસને પામે છે તે તેવા મનના ઉલ્લાસને તે વખત પામે અને પિતાના ભવ્યત્વ આદિકના નિશ્ચય કરનાર ભગવાન મહાવીર મહારાજને ફેર વંદના નમસ્કાર કરી વિનંતિ કરવા લાગ્યું કે
હે ભગવાન? આપ રૂપી અગર અરૂપી, દુર અગર નજીક વિગેરે સર્વ દ્રવ્યો કેવળજ્ઞાનથી જાણે છે અને કેવલદર્શનથી દેખે છે, ઘર અને નજીકમાં રહેલ સર્વદ્રવ્યને જાણે છે તથા દેખે છે