________________
આગમત
આવી રીતે બીજી વખત જ્યારે સૂર્યાભદેવતાએ શ્રી મહાવીર મહારાજને વિજ્ઞપ્તિ કરી ત્યારે ભગવાન મહાવીર મહારાજે તે અથને અનાદર કે નિષેધ ન કર્યો અને મૌન રહ્યા એવું સૂત્રકારે જણાવ્યું નથી, તે દ્વવ્યસ્તવને નહિ માનનારાઓએ ખરેખર ધ્યાનમાં લેવાનું છે.
એટલે કહેવું જોઈએ કે તે સૂર્યાભદેવતાના બીજી વખતના કથનમાં એવી ભક્તિભાવની તીવ્રતા હોવી જોઈએ અને તેને લીધે લાભનું પ્રમાણ ઘણુંજ વધી ગયેલું હોવું જોઈએ કે જેથી તે અનાદરાદિકનાં વાકયે ભગવાન મહાવીર મહારાજે કહ્યાં નથી અને સૂત્રકારે તેને નિબંધ પણ કર્યો નથી. નાટક માટે ભગવંતની અનુજ્ઞા ખરી કે?
વાચકગણ એટલું તે સ્પષ્ટપણે સમજી શકે છે કે જગતના સામાન્ય મનુષ્ય આકારમાત્રથી બીજાની ચિત્તવૃત્તિને સામાન્ય રીતે સમજી શકે, તે પછી સૂર્યદેવ જે સમ્યગ્દષ્ટિ અને અવધિજ્ઞાનને ધારણ કરનારે જીવ ભગવાન મહાવીર-મહારાજના દ્રવ્ય મનને સહેજે જાણી શકે તેમાં આશ્ચર્ય નથી અને તેથી એક બાજુ સાધુને નાટકની અનુજ્ઞા થવાને પ્રસંગ અને બીજી બાજુ સૂર્યાભદેવના હદયમાં જાગેલી ભક્તિના અંતરાયને પ્રસંગ જે ભગવાન મહાવીરમહારાજના મનમાં આવેલ છે અને તેથી તેઓ આદર કે નિષેધ કરતા નથી અને મૌનપણે રહે છે તે હકીક્ત અવધિજ્ઞાનથી જાણી શકે એમાં આશ્ચર્ય નથી.
આવી રીતે બીજી વખત શ્રમણ ભગવંત મહાવીર-મહારાજને વિનંતિ કરીને ભગવાન મહાવીર-મહારાજને નિષેધ વિગેરે ન થવાથી પ્રસંગ પ્રાપ્ત થયા છતાં નિષેધ ન કરાય છે તે વાતની અનુમતિ ગણાય, એ ન્યાયને અનુસરીને ભગવાન મહાવીરમહારાજની અનિષેધ અનુમતિ છે, એમ સૂર્યાભદેવતાએ ગમ્યું અને તેથી બીજા વખતની વિનતિ કરીને તુરત નાટકને આરંભ કર્યો.