________________
આગમત અતીત અનાગત અને વર્તમાન એવા સર્વકાલને આપ દેખે છે અને ક્ષણે ક્ષણે સર્વદ્રવ્યના સર્વ પર્યાયે આપ જાણે છે અને દે છે. એટલે હે દેવાનુપ્રિય! આપ મારી પહેલાંની અને પછીથી દેવતાઈ મનહર એવી સામગ્રી અને યાવત્ એ પ્રભાવ મને મબેલે છે, મહારા આધીન છે, અને જેને હું સર્વ પ્રકારે ઉપગ કરી શકું તેમ છું તે બધું આપ તે સાક્ષાત્ જાણે છે, છતાં હે ભગવાન્ ! દેવાનુપ્રિય એવા શ્રી ગૌતમસ્વામી આદિ શ્રમણ ભગવંતને હું ભક્તિપૂર્વક દેવતાઈ દેવદ્ધિ વિગેરેવાળું બત્રીસ પ્રકારનું નાટક દેખાડવા માગું છું. નાટકની ઈચ્છા પણ નિજાની કોટિમાં.
આ સ્થાને ધ્યાન રાખવાની જરૂર છે કે
સૂર્યાભદેવતા સમ્યગ્દષ્ટિ અને આરાધક છે અને ચરમ છે, એમ ભગવાન મહાવીર મહારાજના નિરૂપણથી પહેલાં નક્કી થયેલું છે અને તેજ સૂર્યદેવતા દેવતાઈ-સદ્ધિવાળું નાટક દેખાડવામાં ગૌતમસ્વામીજી આદિ શ્રમણ-ભગવતેની ભક્તિ છે, એમ જણાવી તે ભક્તિપૂર્વક નાટક દેખાડવા માગે છે.
આ વસ્તુ સમજનાર હશે તે સાધુ-મહાત્માની ભક્તિ કર્મના ક્ષયને કરનારી અને નિર્જરાને ઊંચે દરજજે લઈ જનારી થાય, એમ સમજશે અને તેમાં પ્રતિમાલપકોથી પણ ના પાડી શકાય તેમ નથી.
ધ્યાન રાખવું કે પ્રતિમાલેપના મુદા પ્રમાણે તે પહેલી તકે શ્રમણ ભગવંત મહાવીર મહારાજે ભક્તિને નિષેધ કરી જણ વવું જોઈતું હતું કે નાટક એ દ્રવ્યસ્તવ હોવાથી તેની ક્રિયા તું ભક્તિરૂપ ગણે છે તે તારું માનવું છેટું છે, પરંતુ શ્રમણ ભગવંત મહાવીર મહારાજે તે નાટક દેખાડવામાં ગણેલી વ્યક્તિમાં અંશે પણ પ્રતિષેધ કે ન્યૂનતા જણાવી નથી.