________________
પુસ્તક-૧ લું આરાધક-વિરાધકપણુની દશા કેવી અને ક્યાં ?
કેટલાક તરફથી એમ કહેવામાં આવે કે ભગવાન જિનેશ્વર મહારાજની પૂજ્યતા અગર દેવ-ગુરુ અને ધર્મની આરાધનાની બુદ્ધિમાં જેઓની મંદતા ન હોય, છતાં તેઓ જે આરંભના કારણથી ડરી જઈને પૂજા અને આરાધન થી દૂર રહે, તે તેમાં તેઓ તરફથી દયાનું મુખ્ય સ્થાન રખાતું હોવાથી આરાધનામાં શી અડચણ આવી?
આવું કહેનારાઓએ સમજવું જોઈએ કે અભવ્ય અને મિથ્યા દષ્ટિ છે જેઓ સાધુપણું કઈ કારણસર ગ્રહણ કરે છે અને તેમાં જેઓ નવમા સૈવેયક સુધી જવાના પરમ શુકલ-લેશ્યાવાળા પરિણામને ધારણ કરનારા હોય છે અને વળી તેઓ કેવલી મહારાજ જેવા બાહ્યથી શુદ્ધ-ચારિત્રને પાલનારા હેઈ કઈ પણ જીવની વિરાધના કરનારા દેતા નથી, તે પછી જીવ-હિંસાને વવાની પ્રધાનતા ધારણ કરવાવાળા તે અભવ્ય અને મિથ્યા-દષ્ટિએ કેમ આરાધક કે ચરમ-શરીરી બનતા નથી? અને અવિરતિ સમ્યગદષ્ટિ કે જેઓ હિંસા આદિક સત્તરે પાપ-સ્થાનમાં પ્રવર્તેલા હોય છે, તેવા પણ જે શ્રીકૃષ્ણ મહારાજ અને શ્રેણિક મહારાજની માફક આરાધક અને સ્વલ્પભવી કેમ બને છે?
આ અભવ્ય અને મિથ્યાદષ્ટિ તથા કેવલ સમ્યગ્દર્શનધારી હોય અને આરાધક થઈ ચરમપણું પામવાને લાયક હોય તે જરૂર વિષય કષાય, પરિગ્રહ અને પ્રમાદને માટે થતા આરંભમાં ભાવહિંસા હેવાથી પાપને ડર રાખી શ્રીદેવ-ગુરૂ અને ધર્મની આરાધનામાં થતી સામાન્ય જીવ વિરાધનાને કોઈ દિવસ અગ્રપદ આપે નહિં.
પ્રતિમાના લેપકોને અનુસરનારાઓએ વિચારવું જોઈએ કે વરસાદની વખતે કોઈ મનુષ્ય વ્યાખ્યાનમાં નહિ આવતાં ઘેર બેસી રહે અને પિતાને ધમી માને, તથા જેઓ વરસાદ વરસતાં છતાં પણ ધર્મકથા સાંભળવા જાય તેઓને અધમ માને અગર હિંસાને નામે વિરાધક