________________
પુસ્તક ૧-લું
ભગવંતે આગળ પણ નાટક થઈ શકે.
ભગવાન મહાવીર મહારાજની આગળ “સૂર્યાભદેવતાએ બત્રીસબદ્ધ નાટક કરેલું છે તે વાત શ્રીરાયપણને વાંચનાર અને સાંભળનારથી અજાણ નથી, અને તે જ સૂર્યાલદેવે કરેલા નાટકની શ્રી ભગવતીસૂત્ર અને શ્રી જ્ઞાતાસૂત્ર વિગેરેમાં દેવેએ કરેલા વંદનના અધિકારમાં નાટકને માટે ભલામણ કરવામાં આવે છે, તે પણ તે તે સૂત્રોના વાંચનાર અને સાંભળનારથી અજાણ નથી.
હવે રાયપણુઈમાં સૂ.૨૧ થી શરૂ થયેલે નાટકસંબંધી પ્રસંગ સહિત અનુક્રમે જણાવ ઉપગી ધારી અહિં આપવામાં આવે છે. સૂર્યાભ દેવતાની પ્રભુ પ્રત્યે પુચ્છા.
સૂર્યાભદેવતા અને તે મોટી પાર્ષદાને ભગવાને ધર્મોપદેશ કર્યો, તે પછી જે દિશાથી તે પર્ષદા આવી હતી તે દિશાએ પર્વદા ચાલી ગઈ
પર્ષદાના ગયા પછી સૂર્યાભદેવતા ભગવાનને પિતાની સ્થિતિ સંબંધી જે પૃચ્છા કરે છે, તે જણાવતાં સૂત્રકાર મહારાજ કહે છે કે
તે સૂર્યાભદેવતા શ્રમણ-ભગવંત મહાવીર મહારાજની પાસે ધમને શ્રવણ કરીને અને તે ધર્મનું અવધારણ કરીને હર્ષવાળે થ, સંતોષવાળ થયે, યાવત્ દેશનાના હર્ષથી હરાયેલું છે હૃદય જેનું એ થયે, પછી ઉઠવાની ક્રિયા કરીને ઉભે થયે અને ઊભા થઈને શ્રમણ ભગવંત મહાવીર મહારાજને સામાન્ય રીતે વંદન કરી વિશેષ રીતે નમસ્કાર કરે છે. વંદન નમસ્કાર કરીને એમ કહે છે કે
“હે ભગવન ! હું સૂર્યાભદેવતા શું કેટલા ભએ કરીને પણ સિદ્ધિ પામનાર છું? કે હાય જેટલું ભવભ્રમણ કરીશ તોએ સિદ્ધિ નહિ મેળવી શકું એવું છું ?”
જે હું ભવસિદ્ધિક એટલે ભવ્ય હે, તે પણ શું હું સમ્યગ્દષ્ટિ એટલે જીવાદિ તત્વ અને દેવાદિ રત્નત્રયી સંબંધમાં સાચી દષ્ટિ એટલે શ્રદ્ધાવાળો છું કે મહારી શ્રદ્ધા સત્યપદાર્થોની શ્રદ્ધાથી વિપરીત છે?”