________________
આગામી
5
-
વીર નિ. સં. ૨ લિસ્થા અનેર-જુન-ફા 8 વર્ષ ૧૬ ૨૫૦૭
શ્રી તીર્થકરોના વિ. સં.
કલ્યાણકનું મહત્ત્વ ૨૦૩૭ છે.
-
-
-
જે મહાપુરુષના અવ્યાબાધ-પ્રભાવશાળી વચનથી વર્તમાનકાળમાં ભવ્ય પ્રાણુંઓ હેય-ઉપાદેયનું ભાન કરી વજેવાલાયક આરંભ-પરિગ્રહ તથા વિષય-કષાયથી વિરમવાપૂર્વક આત્માના વરૂપમય સમ્યગૂ દર્શન-જ્ઞાન અને ચારિત્રને પરમ-શ્રેયસ્કર માની આદરે છે, અને અનંત-દુઃખમય સંસાર–સમુદ્રથી પિતાના આત્માને દ્વાર કરે છે, તે બીજા કેઈ નહિં, પરંતુ ચરમ–તીર્થકર ભગવાન શ્રી મહાવીર મહારાજ વર્તમાન–શાસનના માલિક છે.
યાદ રાખવાની જરૂર છે કે બુદ્ધિશાળી મધ્યસ્થ–પુરુષોએ પરમેશ્વરને ભૌતિક–પદાર્થના અવનવા ઉત્પાદ, સ્થિતિ કે નાશને અંગે પૂજ્ય માનેલા હોતા નથી, પણ જગતભરના દુખાર્ત અશરણ-આત્માઓને આત્માનું અવ્યાબાધ-સ્વરૂપ જણાવી, તેના માર્ગો સમજાવી અને તેને અમલમાં મેલવાના સાધને બતાવી કોઈ પણ પ્રકારના તફાવત વિના અવ્યાબાધ–એક્ષપદને પ્રાપ્ત કરાવવા તૈયાર પનાર પરમજ્ઞાની યથાર્થ તત્વ-ઉપદેશક, મહાપુરુષને પરમેશ્વર તરીકે