________________
દીક્ષાને સોંઘી કરી છે?
વાસ્તવિક ધર્મોપદેશની સામે ચેડાં કરનારાઓ કહે છે કે, પૂ. પ્રવચનકાર મહાત્માએ દીક્ષા, દીક્ષા કહી એને બજાર વસ્તુ બનાવી દીધી છે. આ આક્ષેપ કેટલી અધમવૃત્તિમાંથી
મ્યો છે. તે કહેવાની શી જરૂર છે? વાસ્તવિકતા તો એ છે કે, જ્યારે ધર્મદ્રોહીઓએ દીક્ષાની ક્રિયા, દીક્ષિતો, અરે, દીક્ષાના શબ્દોય નાબૂદ કરવાની વાતો કરવા માંડી, ત્યારે એ દીક્ષાની મહત્તાને mતમાં આ પૂ. પ્રવચનકાર મહાત્માએ વિસ્તારી છે. જે જૈનદર્શન સમ્યગ્દર્શન વિશિષ્ટ સમ્યજ્ઞાન યુક્ત, સમ્યફચારિત્રને જ માત્ર મોક્ષ માર્ગ કહે, તે જેનશાસનના ધર્મોપદેશમાં તે ચારિત્રની ભાવના, તે ચારિત્રની બનતી આરાધના અને તે ચારિત્રનું સુયોગ્ય પાલન, એ સિવાયની વાત હોય જ કેમ? માનાને નામે જેનોને પાપમાં જોડવા કે તેમને માટે કારખાનાં ખોલવાનું ઉપદેશવું, એ જૈન શાસને જેમને માટે મિથ્યાષ્ટિની ઉપમા અને શાસનના વિરાધકની ઉપમા નક્કી કરી છે, તે તેમને જ હોય. બાકી જેઓ એક સમ્યફચારિત્રને જ મુક્તિના સાધન ૨૫ શ્રદ્ધાપૂર્વક માનતા હોય, તેઓ સમ્યફચારિત્રથી રહિત પાપનક કોઈપણ કાર્યનો ઉપદેશ જ કેમ આપી શકે? અને તેવો ઉપદેશ જે સાધુતાના લેબાશમાં બેસી ધર્મને નામે દે, એ શાસનનો કટ્ટર વિરોધી છે ! શાસનના ખુલ્લા શત્રુઓ કરતાં ય વધુ ભયંકર છે ! એટલે કોઈ પણ જૈન કે જૈનનો સહવાસી, દીક્ષા શબ્દથી અજાણ ન જ હોય. ધ્યેયસિદ્ધિના એકના એક મુખ્ય સાધનથી અજાણ હોય તે બેયને સાથે જ શી રીતે ? દીક્ષા શબ્દને નામે હાંસી ઊભી કરનારા અને એને વગોવનારા તેમજ તે તરફ ઘુણાભાવ ઉત્પન્ન કરનારાઓ તો તે છે, કે જેઓએ
શાનથી અંધ બનીને દીક્ષા વિષે યહ્વા તદ્દા બોલવા માંડ્યું છે, જેમણે પાપી લાલસાઓને આધીન બની જગતભરના કલ્યાણને કરનાર માર્ગને આજે દંભી પ્રચાર કાર્ય દ્વારા હાઉ' રૂપ બનાવી દીધો છે. તેઓ જ દીક્ષા માટે થતી નિંદા અને અયોગ્ય ટીકાના જ્વાબદાર છે. બાકી દીક્ષા શબ્દ ઘડી ઘડી લાવવામાં કદાગ્રહ નહિ, પરંતુ કેવલ કલ્યાણ ભાવના જ છે, તે સમજાવતાં પૂ. પ્રવચનકાર મહાત્મા એક સ્થળે ફરમાવે છે કે,
“અહીં પાલીતાણામાં આપણાં વ્યાખ્યાનોમાં, મનુષ્યન્મની દુર્લભતા અને તેની સાર્થકતાનાં સાધનો સિવાય બીજું કાંઈ કહેવાયું નથી. એ કહેવામાં દીક્ષાના ભાવવાળી વાતો આવવાની અને આવવી જોઈએ. કારણ કે, જેના અંગે જ્ઞાનીઓએ મનુષ્ય જન્મની દુર્લભતા
ગ્રંથ અને ગ્રંથકાર
19 |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org