________________
૧૫૮
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩
-
888
તો નથી જ માનતા. હવે વિચારો કે જેઓ શ્રી મહાવીરદેવને ન માને, જે તારકના આગમને ન માને, તે આજના મુનિને શું કામ માને ? કહેવું જ પડશે કે સ્વાર્થ પૂરતા જ માને છે. જે દી એ મુનિ પણ જરા એનાથી જુદા થયા, કે એની મહત્તાના બજાર વચ્ચે જ કાંકરા થવાના છે. આથી જ કહેવું પડશે કે પ્રભુના શાસનમાં રહેવાની ભાવનાવાળાઓએ ચેતવાની ખાસ જરૂર છે. આગમ અને આગમધર પ્રમાણભૂત છે, એ તો નિર્ણય છે ને ? એને સાચવવામાં પ્રાણ જાય તો કયા પ્રાણ જાય ? દ્રવ્યપ્રાણ જ ને ? દ્રવ્યપ્રાણ જાય પણ ભાવપ્રાણ તો ખીલે જ ને ? તો પછી હરકત પણ શી ? પ્રાણ અમુક સમય પછી જવાના હતા, તે પહેલાં ગયા એટલું જ ને? અને ખોટા પ્રાણ જઈ સાચા પ્રાણ ખીલે તેમાં વાંધો પણ શો ? શાસનસેવા કરતાં દ્રવ્યપ્રાણ જાય તો પણ ભાવપ્રાણ તો ખીલવાના જ છે. તો પછી ફીકર શી ? પણ આ બધું ક્યારે થાય ? આ પ્રશ્નનો એક જ ઉત્તર અને તે એ જ કે જો ધર્મ પરિણમે તો બધું જ થાય.
બધાં અપમાન સહાય, પણ શાસનનો નાશ તો ન જ સહાય કારણ કે એ સહીએ તો તો વિરાધક જ બનીએ ! પૂર્વાચાર્યોએ એક એક વચન વિરુદ્ધ બોલનાર સામે મહિનાઓ સુધી રગડાઝઘડા કર્યા છે : લોહી ને પાણી એક કર્યા છે. એનો હેતુ એક જ કે દુનિયા ઉન્માર્ગે ન જાય. “અમારી હયાતીમાં પ્રભુમાર્ગને અવળો સમજાવનાર રહે અને દુનિયા ઉન્માર્ગે જાય એ ન જ બને' - આવું જ એ માનતા. શાસ્ત્ર કહે છે કે છતી શક્તિએ શાસનની રક્ષા ન કરે તો સંસારમાં રખડે, કારણ કે તે વિરાધક થાય છે. તમારી ગાળો વહાલી લાગે માટે બોલીએ છીએ એમ ન માનતા !
કહે છે કે “મહારાજ બહુ બોલે છે.” તેઓને હું કહું છું કે “શાસન સામે બોલવામાં તમે ક્યાં કમી રાખી છે ? ભગવાન શ્રી જંબુસ્વામીજીથી લઈને બધા પૂર્વાચાર્યોને નિંદી ચૂકયા, પછી બાકી શી રાખી છે ? આવે સમયે અમારાથી બોલ્યા વગર કેમ રહેવાય ? જેને સાંભળવું હોય તેને સંભળાવું છું : ન સાંભળવું હોય તેને હું ક્યાં કહું છું ? વ્યાખ્યાન જેને ગમે તેને માટે જ છે અને આ વચનો કે જેને ‘ટોણા” કેટલાક કહે છે. તે ટોણા પણ રુચે તેને માટે છે : પણ ન રૂચે તેને માટે નથી જ. સાંભળવા ઇચ્છીને સાંભળવા આવે એને હું કેમ ન સંભળાવું ? ભૂલ, દોષ જાણવાની ઇચ્છાવાળાને તે ભૂલ અને દોષ કેમ ન બતાવું? કારણ કે વ્યાખ્યાન એ કેવળ સારું લગાડવા માટે છે જ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org