Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 03
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 267
________________ 735 --- ૧૩ : શ્રુતનું અવલંબન એ જ એક આધાર : - 50 ૨૦૧૭ પ્રકારની છે. શિષ્યને કેવળજ્ઞાન થયું હોય તે છતાં પણ તે વાત જ્યાં સુધી ગુરુ ન જાણે ત્યાં સુધી તે ગુરુની પ્રથમની માફક જ ભક્તિ કરે એટલું જ નહિ પણ સ્વયમેવ પોતાને કેવળજ્ઞાન થયાનું કહે પણ નહિ. ખરેખર, આ રીતે જ્ઞાનીઓએ બતાવેલી મર્યાદામાં ચાલવું એમાં જ આત્મશ્રેય છે, જ્ઞાનીઓ પણ મર્યાદા પાળે છે, કારણ કે એ સર્વોત્તમ મર્યાદામાં જ જગતનું કલ્યાણ છે. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં વ્યવહાર બળવાન છે. વ્યવહારમાં રહેલો આત્મા કેવળ નિશ્ચયને વળગે, તો તેનું મુનિપણું વગેરે પણ ચાલ્યું જાય. છઠ્ઠ ગુણસ્થાનકે રહેલા મુનિ આવશ્યક પડિલેહણા વગેરે ન કરે, તો એ સીધો પહેલે ગુણઠાણે જ પહોંચી જાય છે. આહાર-પાણી વગેરે કરનાર આવશ્યક આદિ વખતે ધ્યાન કરવાનો ડોળ કરે એ ચાલે ? આહારાદિક કરવાના અને આવશ્યક આદિ જરૂરી ક્રિયાઓ ન કરવી, એ ન્યાય ક્યાંનો ? મુદ્દો જ એ છે કે સ્ત્રાનુસારી માર્ગ ઉપર પ્રેમ નથી માટે જ એને મિથ્યાત્વ લાગે. જે શ્રાવક આરંભ-સમારંભ વગેરે બધું જ કરે ને પૂજા વખતે “ઊંડું કરે એ કેમ ચાલે ? “મન શુદ્ધ છે તો પૂજા કરવાની શી જરૂર ?' - આ પ્રમાણે કહેનારને કહી શકાય કે વેપાર, ભાવતાલ, ટેલિફોન, તાર, ટપાલ એ બધું શું કામ કરે છે ? શું ત્યાં મન શુદ્ધ નથી ? મન શુદ્ધ રાખીને પચાસ ટકા ફેર ભાવ બોલને ?' પણ નહિ, ત્યાં તો તે પણ એમ જ કહે છે કે ‘એમ બોલીએ તો ભીખ જ માગવી પડે.' આથી સ્પષ્ટ છે કે એવા આત્માઓને આચારશુદ્ધિ તરફ જ બેદરકારી છે. સમ્યગ્દષ્ટિ આત્મા વ્રત-તપ વગેરે બધું ન બને તો ન કરે, પણ તે સમ્યગ્દષ્ટિપણાની શ્રી જિનપૂજન, ગુરુવંદન, અને વ્યાખ્યાનશ્રવણ વગેરે જે ક્રિયાઓ તે ન કરે એ કેમ ચાલે? શ્રી જિનપૂજા વગર સમ્યગ્દષ્ટિને ખાવાનું કેમ ભાવે ? એને ગુરુવંદન વગર કેમ જ ગમે ? અને શાસ્ત્રશ્રવણ-વ્યાખ્યાનશ્રવણ વગર એને ચેન શી રીતે પડે? જેનામાં આ બધી વસ્તુઓ ઉપર પ્રેમ ન હોય તો તેનામાં સમ્યક્ત્વ હોય જ નહિ. સમ્યગ્દષ્ટિને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા જ ન ગમે એ કેમ બને ? આજ્ઞાથી વિપરીત જુએ ત્યાં હૃદય કેમ ડંખે નહિ ? શું તમે લોકો પેઢી ઉપર નકામા આદમીને બેસાડો ખરા?નહિ જ, કારણ કે ત્યાં “મારી પેઢી' એ ભાવના છે અને એ ભાવનાના યોગે ‘મારી પેઢી ઉપર તો મારા જ બેસે, લાભ કરે તે જ બેસે, પણ હાનિ કરે તે તો ન જ બેસી શકે'-આમ સમજાય છે, તેમ શાસનમાં પણ એવું મારાપણું આવવું જોઈએ. એ મારાપણું એ જ સમ્યક્ત્વ ! આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274