Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 03
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 268
________________ ૨૦૮ --આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ ---- - 738 સમ્યકત્વના યોગે પ્રભુએ ફરમાવેલ પાપનિવૃત્તિનો સર્વથા અમલ કરે તે સર્વવિરતિ સાધુ અને થોડો અમલ કરે તે દેશવિરતિ શ્રાવક. અને ક્યારે એનો અમલ કરું એવી દઢ ભાવના સાથે સંસારને સાર માની, શુદ્ધ ભાવે, લુખ્ખી રીતે, બધાંને પારકાં માનીને વિરતિ ન આરાધી શકે તે સમ્યગ્દષ્ટિ !તમે આ ત્રણમાંથી શેમાં? સભા : સાહેબ ! આ બધું વિચારતાં તો એમ જ લાગે છે કે એકમાં ન હોઈએ ! એમ નહિ. આવું થાય છે એ જ માર્ગમાં હોવાનું સ્પષ્ટ કરે છે. બાકી સમ્યક્ત્વની વાત તો મિટ્ટી છે, પણ તેને પાળવું એ મુશ્કેલ છે. સમ્યકત્વની રક્ષા ત્યારે જ થાય, કે જ્યારે આગમના અક્ષરેઅક્ષર ઉપર અવિચળ શ્રદ્ધા હોય. દુન્યવી વ્યવહારમાં પણ આબરૂદાર વેપારી ચોપડા સાફ રાખે. અડધી રાતે કોઈ હિસાબ માગે તો પણ તેના ચોપડા તો તૈયાર જ હોય, પણ બનાવટી ચોપડા રાખનારનું હૈયું તો ધોળે દિવસે પણ કંપતું જ હોય ! તે ડબલ ચોપડા રાખે અને કારીગીરી ઘણીય કરે, તો પણ ભીંત ભૂલે જ. ઊઠાં ભણાવનારાની પણ પોલ ખૂલી જ જાય. ખાનગીમાં લખનાર રાખે એની પણ મતિ અવરાય, પણ સાચા ચોપડા રાખનાર તો માગો ત્યારે હાથમાં આપે અને બનાવટી ચોપડાવાળો તો ચોપડા હાથમાં દેતાં પણ કંપે. “બચ્યા તો ભાગ્ય' - એમ જ એને તો થાય. તેમ ધર્મવ્યવહારમાં પણ આગમ એ જ ચોપડા. એમાં ઘાલમેલ કેમ જ થાય ? આગમથી એક કદમ પણ આગળ વધવું નહિ. આગમને આવું મૂકી કોઈ ઉપકારની વાત કરે તો સ્પષ્ટપણે ના કહેવી, કારણ કે આગમની આજ્ઞા વિના ઉપકાર થાય જ નહિ. આગમની આજ્ઞા વિનાની પ્રવૃત્તિથી કરવામાં આવેલો ઉપકાર ભલે દેખાવમાં લાભ દેખાડે તો પણ એ હાનિકર્તા જ છે. શ્રી જિનશાસનના રસિયા એવા દેખાવમાં મૂંઝાય જ નહિ. અંબડ પરિવ્રાજકે શ્રી તીર્થંકરદેવનું રૂપ વિકુવ્યું ત્યારે પણ ત્યાં ન જનાર શ્રીમતી સુલતાને કહેનારે સૂચવ્યું કે “ત્યાં જવાથી પ્રભાવના થાય !” આની સામે શ્રીમતી સલસાએ એ જ સૂચવ્યું કે “એવી પ્રભાવના ભવે ભવે ન હોજો. આજે આ પચીસમો તીર્થકર આવ્યો. કાલે છવીસમો આવશે અને એમ ભગવાન શ્રી મહાવીરના નામે ઉન્માર્ગીઓ ઢોંગ કરશે, માટે એવાથી તો દૂર જ રહેવું.” જેવી યોગ્યતા તેવી આશા : શ્રી જિનેશ્વરદેવના શાસનના રસિયાને ધર્મઘાતક કુતૂહલ જોવાની ભાવના જ ન હોય. એને નાટકચેટક, સિનેમા જોવાની તેવી ભાવના કેમ થાય ? “ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274