Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 03
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 271
________________ ૨૧૧ ૧૩ : શ્રુતનું અવલંબન એ જ એક આધાર : 50 અનુમોદના કોઈ પણ સાચો મુનિ કરે ? સાધુ તથા શ્રાવકના વિરતિ વધે તેવા ભાવ, પરિણામ અને પ્રયત્ન હોય કે નહિ ? શ્રાવકનો એક જ ઇરાદો હોય કે કમતાકાત છું કે ‘મારાથી સર્વવિરતિ નથી લેવાતી, પણ જે લે તેને ધન્યભાગ અને એને હું બનતી સહાય આપું.' જો કોઈ વિરતિના માર્ગે જાય તેને શ્રાવક ચડાવે કે પાછો પાડે ? ન ચડે તે વાત જુદી, પણ શ્રાવક શું કરે ? સમ્યગ્દષ્ટિને સંસાર પ્રત્યે પ્રાયઃ જ્યારે નિર્વેદ હોય ત્યારે માર્ગાનુસારીને સંસાર પ્રત્યે બહુમાન ન હોય. જ્યાં ધર્મ સંભળાય ત્યાં માર્ગાનુસારી શીઘ્ર જાય. સત્ય મેળવવાની એની તીવ્ર જિજ્ઞાસા હોય. તાકાતના અભાવે સત્ય ન સમજાય તે વાત જુદી અને એથી એ કહે કે ‘હું પામર છું પણ મારે તો શિષ્ટ કહે તે પ્રમાણ.’ જ્યારે માર્ગાનુસારી આત્માની આ દશા હોય, ત્યારે હવે વિચારો કે સમ્યગ્દષ્ટિ આત્માની હાલત કેવી હોય ? 739 શુશ્રુષા, ધર્મરાગ અને દેવગુરુની ભક્તિ આ ત્રણ તો સમ્યગ્દર્શનનાં લિંગો છે. એ ત્રણે લિંગોનું વર્ણન કરતાં ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવર ફરમાવે છે કે - ૧. શુશ્રૂષા : “તરુણ સુખી, સ્ત્રીપરિવર્યો રે, ચતુર સુણે સુરગીત : તેહથી રાગે અતિ ઘણે રે, ધર્મ સુણ્યાની રીત, રે પ્રાણી ધરિયે સમકિત રંગ, જિમ લહિયે સુખ અભંગ રે, પ્રાણી. ૧.” તરુણ, સુખી, સ્ત્રીઓથી પરિવરેલો અને ચતુર જે રાગથી સુરગીતનું શ્રવણ કરે, તેથી પણ અતિ ઘણા રાગથી ધર્મ સાંભળવાની રીત સમ્યગ્દષ્ટિ આત્માની હોય છે. ધર્મરાગ : “ભૂખ્યો અટવી ઊતર્યો રે, જિમ દ્વિજ ઘેબર રંગ : ઇચ્છે તિમ જે ધર્મને, તેહી જ બીજું લિંગ રે. પ્રાણી. ૨.” . ભૂખ્યો, અટવી ઊતરેલો એટલે થાકેલો એવા બ્રાહ્મણને જો ભોજનમાં સુંદર ઘેબર મળે, તો તેને તેના ઉપર કેવો રાગ થાય ? જેવો રાગ તેવા બ્રાહ્મણને તે સુંદર ઘેબર ઉપર થાય, તેવી જ રીતે સમ્યગ્દષ્ટિ આત્માને ધર્મ ઉપર રાગ હોવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274