Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 03
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 272
________________ ૨૧૨ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - 70 ૩. વૈયાવચ્ચ : “વૈયાવચ્ચ ગુરુદેવનું રે, ત્રીજું લિંગ ઉદાર : વિદ્યાસાધકતણી પરે રે, આળસ નવિય લગારે રે. પ્રાણી. ૩.” જેમ વિદ્યાસાધક આળસ વર્જી એકતાનથી વિદ્યાનો જાપ કરે છે તે જ રીતે સમ્યગ્દષ્ટિ આત્મા દેવગુરુનું વૈયાવચ્ચ કરે. હવે કહો કે સમ્યગ્દષ્ટિથી પૂજા નથી કરી' એમ શી રીતે બોલાય ? મહિનામાં કેટલા દિવસ પૂજા કરી ?' “એમ પૂછે તો “પાંચ-સાત દિવસ ટાઇમ મળે ત્યારે કરી” એમ કહે ? એમ કહેનારને પૂછે કે “માસમાં ખાઓ કેટલા દિવસ ?” એ બાબતમાં તો એ જ ઉત્તર મળશે કે ત્રીસ દિવસમાં નેવું ટંક તો નક્કી અને વધુમાં ચવાણું જુદું તથા હોટલમાં જવું પડે એ પણ જુદું : રાત્રે પણ વાંધો નહિ, હોટલમાં જઈ રાત્રે ખવાય, સિગારેટ અને પાન તો ચાલુ જ હોય, હોટલમાં ખાય શીખંડ, પુરી અને ભજિયાં, વિદળ-અભક્ષ્ય આવે તો પણ વાંધો નહિ ? આ બધી કઈ દશા છે એ તો વિચારો ! આ બધી જ દશા ધર્મભાવનાથી હનપણાને લઈને જ થઈ છે. ખરેખર, જેને સમ્યક્ત થાય તે એક મુક્તિ અને તેના સાધનરૂપ સંયમને જ સાર તરીકે દેખે અને એ કારણે એ નિ:સંગ થવા ઇચ્છે છે. (શ્રી આચારાંગસૂત્ર (ધૂતાધ્યયન)નાં વ્યાખ્યાનો | તૃતીય ભાગ સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274