Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 03
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
7ar
– ૧૩ : શ્રુતનું અવલંબન એ જ એક આધાર : - 50
–
૨૦૯
કર્મના નાટકને સમજે તે ત્યાં શું જોવા જાય ? ત્યાં કોઈ પાઠ જરા વાર વૈરાગ્યનો આવે, એટલે કહે કે વૈરાગ્ય થાય છે. પણ શૃંગારના સ્થાનમાંથી વૈરાગ્ય થાય ? જેને શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ વૈરાગ્ય ન કરે, જેને નિગ્રંથ સાધુઓથી વૈરાગ્ય ન થાય, જેને ત્યાગમાર્ગના પરિચયથી કે શ્રવણથી પણ વૈરાગ્ય ન થાય અને જેને શ્રી વીતરાગદેવની વાણી સાંભળવાથીય વૈરાગ્ય ન થાય, તેને નાટકિયાથી વૈરાગ્ય થાય? એ જોતાં જોતાં પણ કહે કે આ તો પેલો : હમણાં વિદુષક થઈને આવ્યો હતો તે. હવે આ દશામાં નાટકિયાથી વૈરાગ્ય થાય ? ખરી વાત તો એ છે કે સંસારના રસિક આત્માઓને વૈરાગ્ય જ કરડો લાગે છે અને એના યોગે સ્વાર્થીઓના સ્વાર્થ પણ હણાય છે. સંતાન પાસે સ્વાર્થ પૂરો કરવાની શ્રાવકની ભાવના ન હોય : સંતાન વિરાગી ક્યારે બને એવી જ ભાવના શ્રાવકની હોય : પણ એને બદલે સ્વાર્થી ભાવના જ આવે તો એનાથી પ્રભુના શાસનની પ્રભાવના શી રીતે થાય ? દુનિયાની જેમ જેને પણ સ્વાર્થમાં પડે તો શ્રી જિનેશ્વરદેવના શાસનની વિશિષ્ટતા શી ? આ બધું વિચાર્યા પછી આત્માને પૂછો કે “જૈન છો ?' આથી તમે જૈન નથી એમ કહેવા નથી માગતો, અરે હું તો તમને જૈન નહિ પણ પરમ શ્રાવક કહું, પણ તેથી તમારું વળ્યું શું? માટે કહું છું કે વિચારો અને તેવા ન હો તો બનો : ખામીઓ ઘણી છે તેને સુધારો અને નામના મટી કામના બનો : કામના થાઓ ત્યારે જ ખરા. નામના મટી કામના થવું એ સારું કે ખોટું ? અને કામના કયારે થવાય ? - એ વિચારો. સંસારની વાસના મોળી પડે, પરસ્પરની ફરજ સમજાય તથા સાચા કર્તવ્યનો ખ્યાલ થાય તો જ કામના થવાય. અને તેમ થવા માટે ઉત્તમ ધર્મવ્યવહારને પરિપૂર્ણ રીતે વળગવું જોઈએ. બાકી જે આત્મધર્મ ગુમાવે, પ્રભુશાસનથી વિપરીત વર્તાવ કરે અને વિપરીત ઉદ્ઘોષણા કરે, એ જૈનશાસનમાં કોઈ પણ રીતે ટકી શકતો નથી.
સાધુ તથા શ્રાવકે પોતપોતાની ભૂમિકા ઉપર સ્થિર રહેવું જ જોઈએ. સમ્યગ્દષ્ટિ આત્મા જિનપૂજન, ગુરુવંદન તથા વ્યાખ્યાનશ્રવણ વગેરે ધર્મકરણીઓ કરે જ જે દિવસે એ ન થાય તે દિવસ એને વાંઝિયો લાગે. તે દિવસ એના આત્માને ખટકે. જેના સેવક તેની પૂજા હોય ? સ્વામીની આજ્ઞામાં રહેનારને ગુરુવંદન ન હોય ? એ કહે તે સંભળાય નહિ ? દેવગુરુની આજ્ઞાના અમલ વિના કોઈ પણ કાળે; ચોથા આરામાં પણ આત્માનું કલ્યાણ નથી, એવો દઢ નિશ્ચય તે જ શ્રદ્ધા. ભગવાન શ્રી મહાવીરદેવ ચોવીસસો વરસ ઉપર થયા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274