Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 03
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 264
________________ ૨૦૪ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ રાજમાર્ગ આ જ છે. આયુષ્ય બાકી હોય તો દેવતા મુનિવેષ આપે અને એ લે પણ, કેમ કે રાજમાર્ગ ન લોપાય. અજાણ આદમીને હીરો જોઈએ તો તે હીરાના ઢગલામાં જ હાથ મારે. ખુદ ઝવેરી પણ બનતાં સુધી એમ કરે. બાકી પથ્થરના ઢગલામાં જો હીરો હોય તો તે શોધવાનું કામ તો ઝવેરીનું, કેમ કે એને હીરાની પરીક્ષા છે. પણ બિનપરીક્ષાવાળો આદમી હજારો પથ્થરના ઢગલામાંથી હીરો લાવવા જાય તો શું લાવે ? સભા : મોટો પાણો જ લાવે ! અહીં પણ વિધિ એ કે કેવળજ્ઞાન રૂપી હીરો પેદા કરવાની ખાણ આ છે. આ ખાણમાં મળે ત્યાં સુધી બીજી ખાણની આશા નકામી. આ હીરાની જ ખાસ ખાણમાંથી મળવો મુશ્કેલ થાય છે, તો બીજી ખાણમાંથી મેળવવાની આશા શી ? કર્મયોગે મળે તો લેવા ઇન્કાર નથી, પણ ગુણોના ઢગલામાંથી ગુણ ન લેવાય તેનાથી હજારો દુર્ગુણમાંથી ગુણ શી રીતે પમાય ? માટે ઉત્તમોત્તમ ગુણોને પામવાનું સ્થાન જ આ છે, એમ નિશ્ચય કરો. શ્રી ભરત મહારાજાને અરીસાભવનમાં કેવળજ્ઞાન થયું, પણ તેથી અરીસાભવન એ કેવળજ્ઞાનનું કારણ તો નહિને ? ચંડકોશીઓ પ્રભુને ડસ્યો એ નિમિત્તે એને જાતિસ્મરણ-સમકિત વગેરે થયું, પણ એથી સમકિતનું કારણ પ્રભુને ડસવું એ તો નહિને ? એ તો આશાતના છે. જ્યાં આત્મા નિર્મળ થાય, તે ગમે તે સ્થળ હોય તો પણ ત્યાં ગુણપ્રાપ્તિ થાય, પણ ત્યાંય કારણ તો હોવું જોઈએ. 732 ગુરુ વિનાનાથી શિષ્ય ન બનાવાય ! પ્રત્યેકબુદ્ધોને શું શું દેખીને વૈરાગ્ય થાય છે ? કોઈને કંઈ નિમિત્ત ને કોઈને કંઈ નિમિત્ત : તેમ એક પ્રત્યેકબુદ્ધ મહર્ષિએ પ્રથમ ફૂલેલું-ફાલેલું ઝાડ જોયું અને પછીથી સુકાઈ ગયેલું જોયું. આટલા માત્રથી તરત જ વૈરાગ્ય. એવાં ઝાડ તો તમે રોજ જુઓ છો પણ કેમ તમને વૈરાગ્ય થતો નથી ? એમણે તો પૂર્વે આરાધેલું છે. પૂર્વનું આરાધન તથા અકામ નિર્જરા અને સકામ નિર્જરા, એ બધાના યોગે શુદ્ધ ભાવના આવે. પૂર્વ આરાધનાના ઉત્તમ સંયોગો અત્રે નિમિત્ત પામી જાગતા થાય. ‘સવિ જીવ કરું શાસનરસી’ - આ ભાવનાની તીવ્રતાના યોગે શ્રી તીર્થંકર નામકર્મની નિકાચના થાય છે અને તેના યોગે તીર્થંકર થવાય : કુટુંબના ઉદ્ધારની ભાવનાની તીવ્રતાના યોગે ગણધરગોત્ર બંધાય જેથી ગણધર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274