Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 03
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 262
________________ ૨૦૨ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૩ : છે. ફળ ખાઈ નિર્વાહ કરે છે. બીજું કશું જાણતો જ નથી. શ્રી પ્રસન્નચંદ્રને આ વાતની ખબર પડી એટલે એને નગરમાં લાવવાના પ્રયત્ન કરે છે. બાપ લાવવા ન દે અને પેલો હજી સંસારની તેવી કોઈ જ વાતને સમજતો નથી કે આવે. પ્રસન્નચંદ્ર રાજા એને નગરમાં લાવી નગરનો રસિયો બનાવવા ચાહે છે. ભાઈ તરીકેના મોહના યોગે એ એને સંસારમાં ઘસડવા ચાહે છે. કોઈ પણ રીતે વલ્કલચીરીને લાવવાની વાત સભામાં જાહેર કરે છે. વેશ્યાઓ એને લાવવાનું બીડું ઝડપે છે અને ત્યાં લેવા જાય છે. એ વેશ્યાઓને દૂરથી જોઈને - હૈ સાધુપુરુષ ! તમે કોણ છો ?' એમ વલ્કલચીરી એ વેશ્યાઓને પૂછે છે. કારણ કે બીજું કંઈ એ જાણતો જ નથી. વેશ્યાઓ કહે છે કે ‘અમે પોતનપુર આશ્રમના તાપસો છીએ.’ આ પ્રમાણે કહીને એ વેશ્યાઓ શ્રી વલ્કલચીરીને હેતપૂર્વક પોતાના ખોળામાં બેસાડે છે અને પોતાનાં અંગ ઉપર એનો હાથ ફેરવે છે. ‘આ અંગ ઊંચું કેમ, સુંવાળું કેમ ? ફૂલેલું કેમ ?' - એમ શ્રી વલ્કલચીરી પૂછે છે. વેશ્યા કહે છે કે અમારા આશ્રમનાં ફળ ખાવાથી શરીરનાં અંગો આવાં થાય છે ! વલ્કલચીરી એવા ફળની માગણી કરે છે. વેશ્યાઓ સાથે લાવેલ ખાંડની મીઠાઈ એટલે કે રમકડાં વગેરે આપે છે. પેલો ખાય છે અને એને એ નવું લાગે છે. એવામાં એના પિતા તાપસ આવી પહોંચે છે. એને જોઈને વેશ્યાઓ નાસી જાય છે. પાછળથી વલ્કલચીરી પેલાં ફળોના લોભે પોતનપુર આશ્રમ શોધતો શોધતો જાય છે. રસ્તામાં એક ગાડાવાળો એને મળે છે અને સાથે લઈ જઈ પોતનપુર નગર બહાર મૂકે છે. તે ભટકતો ભટકતો વેશ્યાના મકાન આગળ આવી પહોંચે છે. વેશ્યાના મકાનમાં એ પૂછવા જાય છે. હવે બનવા એમ પામેલું કે થોડા વખત પહેલાં એ વેશ્યાને એક નિમિત્તિઆએ કહેલું કે તારે ઘેર એક જંગલી દેખાવનો માણસ અમુક દિવસે આવશે અને તેને તું તારી દીકરી પરણાવી દેજે, કારણ કે એ રાજા થવાનો છે. આથી વલ્કલચીરીની રાહ જોઈને બેઠી હોય તેમ વેશ્યાએ એઅંદર બોલાવ્યો અને એના વધી પડેલા નખ તથા વાળ જ્યારે કપાવવા માંડ્ય ત્યારે એ ખૂબ ચીસો પાડીને રડવા લાગ્યા, પણ ‘અમારા આશ્રમનો એ રિવાજ છે એમ વેશ્યા સાંત્વન આપતી ગઈ અને એને ભોજન કરાવી, શણગારી ધામધૂમથી પોતાની પુત્રી સાથે પરણાવ્યો. - 730 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274