________________
૨૦૦ –
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ -
-
728
રુચિ પેદા ન કરે તે જ્ઞાન શાનું ? એ તો જ્ઞાન કહેવાય કે અજ્ઞાન ? પરંપરાએ પણ જે મુક્તિ ન આપે તે સંયમ શાનું? જે મુક્તિ ન આપે તે સારભૂત સંયમ નહિ અને સંયમ ન આપે તે સારભૂત જ્ઞાન નહિ અને સંયમને આપનારું જે જ્ઞાન તેને જે પેદા ન કરે તે વસ્તુતઃ ધર્મ પણ નહિ ! ધર્મ છે કે જે સંયમને આપનારું જ્ઞાન પેદા કરે : સંયમ છે કે જે મુક્તિ આપે.
મુક્તિમાં લઈ જનાર સંયમની પ્રવૃત્તિને પેદા કરનારું જે જ્ઞાન તે સમ્યજ્ઞાન અને એવું જે જ્ઞાન આપે તે સુધર્મ : એથી ઊલટું જે જ્ઞાન તે મિથ્યાજ્ઞાન અને એ જ્યાંથી મળે તે કુધર્મ ! એ મિથ્યાજ્ઞાન તથા કુધર્મને અસાર જુએ તે સમ્યગ્દષ્ટિ ! શું ખાવું-પીવું અને રંગ-રાગ કરવા એ ધર્મ છે ? નહિ જ, ધર્મ તો ‘વત્યુસદાવો છો !' - વસ્તુનો જે સ્વભાવ તે ધર્મ છે. આત્મા એ વસ્તુ અને એનો સ્વભાવ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય ! કર્મમળના પડદાથી આત્માનો આ સ્વભાવ - આ ધર્મ દબાયો પડ્યો છે. એ ધર્મ પ્રગટ કરવા માટે સાધનરૂપ ધર્મ જોઈએ અને એ ધર્મ તે આ લોકનો સાર.
શ્રી અરિહંતદેવ, તે તારકની આજ્ઞામાં વર્તતા નિગ્રંથ મુનિઓ અને એ તારકોએ બતાવેલાં સાધવા યોગ્ય સાધનો, - આ ત્રણેમાં એ તાકાત છે કે તે આત્માના અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વીર્ય એ અનંત ચતુષ્ટયરૂપ સ્વાભાવિક ધર્મને પ્રગટ કરે. સમજાવવા માટે સારભૂત જ્ઞાન કર્યું ? સંયમ સિવાય બધાને અયોગ્ય સમજાવે તે ! સંયમ આવે એટલે કર્મ ટકે જ નહિ અને કર્મ ન ટકે તો આત્માનો ધર્મ પ્રગટ થાય. પછી ભય, આધિ, વ્યાધિ કે ઉપાધિ, - એ કશાની જ મૂંઝવણ નહિ ! પણ આ બધું બને ક્યારે ? મૂળમાં સમ્યફ હોય તો ! સમ્યકત્વ એટલે તત્ત્વશ્રદ્ધા : તત્ત્વશ્રદ્ધા એટલે શ્રી અરિહંતદેવ તથા તે તારકની આજ્ઞામાં વિચરતા નિગ્રંથ વચન ઉપર પૂરી પ્રતીતિઃ અર્થાત્ - એ તારકોની આજ્ઞાના અમલ વિના કોઈ પણ કાળે કલ્યાણ નથી એવો દઢ નિશ્ચય. આત્માના અસ્તિત્વની શ્રદ્ધા તો અન્યને પણ છે. ભલે કોઈ નિત્ય માને, કોઈ અનિત્ય માને, - એમ જુદી જુદી રીતે માને, પણ એટલા માત્રથી સમ્યક્ત્વ નહિ ! પણ જેના યોગે આત્માનું અસ્તિત્વ, તેનો મૂળ ધર્મ, તે મૂળ ધર્મને પ્રગટ કરવાનાં સાધનો, -- એ બધું માને, એને નિરૂપણ કરનાર આપ્તપુરુષને ઓળખે અને તેના ઉપર વિશ્વાસુ બને તેનું નામ સમ્યક્ત !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org