Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 03
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 257
________________ 725 - ૧૩: શ્રતનું અવલંબન એ જ એક આધાર : - 50 – ૧૯૭ - તો તો પેલો મજબૂત થાય, પણ એમ કહે કે “ભાઈ ! તું તો અમારો આધાર છે, તારા વગર ક્ષણ પણ નભે તેમ નથી, તું અમારે એકનો એક જ છે, તારાથી તો અમે જીવીએ છીએ.” - તો પેલો પણ કદાચ ઢીલો થાય. આ અનુકૂળ ઉપસર્ગ છે. કોઈ “માર-માર’ કરતો આવે ત્યાં મક્કમ રહેનાર નીકળે, પણ નમતો આવે ત્યાં મક્કમ રહેવામાં ઘણા વાંધા. સામાન્ય રીતે ત્યાં ઢળતાં વાર ન લાગે : માટે કહ્યું કે પ્રતિકૂળ કરતાં અનુકૂળ ઉપસર્ગ ભૂંડા છે. એ બેય પ્રકારના ઉપસર્ગોમાં સ્થિર ક્યારે કહેવાય ? પ્રભુની આજ્ઞામાં સ્થિરતા હોય તો ! પ્રભુની આજ્ઞામાં જ આત્મકલ્યાણ છે, એમ દૃઢ નિશ્ચય હોય તો ! જેના હૃદયમાં “પ્રભુનું કહેલ વાજબી છે કે નહિ, અત્યારે યોગ્ય છે કે નહિ” – આવી શંકા હોય તે તો સ્વયં પડેલો જ છે. એ ઉપસર્ગ વખતે ટકે એવી આશા પણ કેમ રખાય ? “એકેન્દ્રિયાદિક જીવો છે, એની હિંસાથી આશ્રવ થાય છે અને એ હિંસાથી વિરામ પામવાથી સંવર સેવાય છેઆ વસ્તુને હૃદયમાં ઉતારી, તે વસ્તુને અમલમાં મૂકવા માટે આત્માને બંધનથી ખસેડવો જોઈએ. બંધનો માત્ર આત્માને હિંસામાં જોડનારાં છે, હિંસાની દિશામાં વધુ ને વધુ પ્રેરણા કરનારાં છે. કાલસીરિક કસાઈ, કે જે અભવી જીવ છે, જે રોજ પાંચસો પાડા મારતો અને મરીને જે સાતમી નરકે ગયો છે, તેના પુત્ર સુલસે જો લોકવિજય' ન કર્યો હોત, એટલે કે કુટુંબીઓ ઉપરની મમતા ન તજી હોત, તો તે તેટલા પ્રમાણમાં પણ અહિંસક બની શકત નહિ, એ તદન ખુલ્લી બીના છે. કળધર્મ અંગીકાર કરવાનો સુલસને આખા કુટુંબે આગ્રહ કર્યો પણ જે સુલસે પોતાના પિતાની પીડા - કહોને કે પાપનું ફળ - પ્રત્યક્ષ જોયું છે, તેથી તે આગ્રહને સુલસે માન્યો નહિ. કુટુંબીઓએ ઘણી રીતે સમજાવ્યો : “દુઃખમાં, ભવિષ્યની દુર્ગતિમાં ભાગ લઈશું' એમ પણ જણાવ્યું ! છતાં શ્રી સુલસ અડગ જ રહ્યો. જો “લોકવિજય” ન કરત, અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગમાં ટકવાની તાકાત ન હોત, પ્રભુએ બતાવેલી અહિંસા ઉપર પૂરી દૃઢતા ન હોત, શ્રી અભયકુમારની સલાહનો પૂરો વિશ્વાસ ન હોત, ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞા સિવાયનું બીજું કાંઈપણ શ્રી અભયકુમાર સલાહરૂપે કહે જ નહિ એવી દઢ પ્રતીતિ ન હોત, તો તુલસ અડગ ન રહેત પણ જરૂર ઢીલો થાત : કુટુંબીઓની દયામાં – પરંપરાની ક્રિયામાં ઝંપલાવતાં એને વાર ન લાગત : પણ એને આત્મકલ્યાણ ખાતર કુટુંબની અપ્રીતિની પરવા નહોતી ! માર્ગમાં ઢીલા ન થવાનો એનો નિર્ણય હતો. અને માટે જ એ મક્કમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274