Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 03
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 255
________________ ૧૩ : મૃતનું અવલંબન એ જ એક આધારઃ અહિંસાનું પાલન ક્યારે થાય ? આપણે આ શ્રી આચારાંગ સૂત્રનાં પ્રથમનાં જે પાંચ અધ્યયનો છે, તેનો પહેલા સાથે બીજાનો, બીજા સાથે ત્રીજાનો, ત્રીજા સાથે ચોથાનો અને ચોથા સાથે પાંચમાનો જે સંબંધ છે તે જોઈ આવ્યા પહેલા શ્રી શસ્ત્રપરિજ્ઞા' નામના અધ્યયનમાં પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય વગેરેમાં જીવો છે તે સિદ્ધ કરીને એમ પણ દર્શાવ્યું છે કે પરસ્પર તે તે જીવો શસ્ત્રરૂપ છે અને જીવોના વધથી આત્મા સંસારમાં રખડાવનારાં કર્મોથી બંધાય છે, તથા વધથી વિરામ પામેલો આત્મા કર્મના બંધથી અટકે છે, તે પણ બતાવ્યું. એમ કરીને પહેલા અધ્યયનમાં ચાર તત્ત્વોનું નિરૂપણ કર્યું, જીવ, અજીવ, આશ્રવ તથા સંવર : જીવ તથા અજીવને જાણવાનું એક જ માત્ર ફળ હોવું જોઈએ અને તે એ કે આશ્રવથી આઘા રહેવું તથા સંવરની સેવા કરવી. એ માટે રાગાદિ કષાયલોક તથા શબ્દાદિ વિષયલોકનો વિજય કરવો જોઈએ, તે બતાવવા બીજું અધ્યયન લોકવિજય' નામનું કહ્યું. વિષય-કષાયરૂપ લોક કહેવાથી એની એટલે વિષય અને કષાયની સામગ્રી પૂરી પાડનાર સ્વજનાદિ પરિવાર તથા ધન-ધાન્યાદિ પરિગ્રહ પણ એમાં આવી જાય છે. કષાયનું કારણ મોહ, મોહનું કારણ વિષયાભિલાષા અને વિષયાભિલાષાનું કારણ વિષયને પોષનાર સામગ્રી : એનો વિજય ન થાય ત્યાં સુધી જે રીતે થવું જોઈએ તે રીતે આશ્રવથી આઘા ન થવાય અને સંવરની સેવા ન થાય. આખા સંસારનો વિજય કરવાની ઇચ્છાવાળાએ સૌથી પહેલી તરાપ વિષયની સામગ્રી પર મારવી જોઈએ. જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી સંસાર છૂટવાનો નથી અને મુક્તિ મળવાની નથી. જ્યાં સુધી કષાય છે ત્યાં સુધી કર્મ ખસવાનાં નથી પણ વધવાનાં છે : જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી કષાયો દૂર થવાના નથી : જ્યાં સુધી વિષયાભિલાષા છે ત્યાં સુધી મોહ દૂર થવાનો નથી : તેમજ જ્યાં સુધી વિષયની સામગ્રી છે ત્યાં સુધી વિષયાભિલાષા મટવાની નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274