________________
૧૧ : દર્શનના ઉદ્યોતથી જ્ઞાનનો ઉદ્યોત :
ઃ
• મિથ્યાદષ્ટિ શાથી સિદ્ધિપદ ન પામે ?
૭ દર્શનોઘોત વિના જ્ઞાનોઘોત સંભવે જ નહિ ! ♦ જેવો કર્મનો રસ તેવો વિપાક :
સકામ નિર્જરા ને અકામ નિર્જરાનો ભેદ : સમ્યગ્દર્શન જીવતુંજાગતું હોય તો જ જ્ઞાન સારું અને સફળ :
વિષય : ‘સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ: સૂત્રનો પરમાર્થ
સમ્યક્ત્વ વિનાના અર્થાત્ દર્શન વિનાના જ્ઞાન અને ચારિત્રાદિક એ વસ્તુતઃ નકામાં જ છે એમ પૂર્વપ્રવચનમાં સમજાવ્યા બાદ એ જ વાતને આ પ્રવચનમાં અનેક દાખલાઓ અને દલીલ સાથે પુષ્ટ કરવામાં આવી છે. એમાં પ્રસંગવશ ધર્મક્રિયાનું વાસ્તવિક ફળ એ મોક્ષ જ છે, સ્વર્ગાદિક તો એનું આનુષંગિક ફળ છે, મુક્તિ માટે જ ધર્મ કરાય, એ માટે ધર્મ કરનારને ભોગ સામેથી આવી મળે, ઉત્તમ મળે અને મૂંઝવે નહિ એવા મળે વગેરે બાબતો તેમજ અન્ય અન્ય ઇરાદે ધર્મક્રિયા કરનારને જે મળે તે કેવી રીતે મૂંઝવે અને મારે એ બધી વાતો કહ્યા બાદ જ્ઞાનદર્શન અને ચારિત્રમાં પણ મહત્તા તો ખરી રીતે દર્શનની જ છે એ મુદ્દો ખૂબ જ વિગતથી છણ્યો છે. પ્રસંગોપાત શ્રેણિક મહારાજા અને શાલિભદ્રનો પ્રસંગ લઈ દર્શનીની મનોદશાનો સુંદર ચિતાર દોરી આપ્યો છે.
48
સુવાકયામૃત
♦ તપથી કર્મ તપે એની હા, જ્ઞાનથી આત્મા વિવેકી, વિરાગી ને નિર્વિષયી બને એની પણ હા, અને ચારિત્રનું પરિપાલન મુક્તિદાતા થાય એય મંજૂર, પરંતુ એ સમ્યગ્દર્શન વિનાનું હોય તો નકામું !
૦ ચીજ મજાની હોવા છતાં પણ પરિણામનો આધાર લેનારની ભાવના ઉ૫૨ છે.
૭ ક્રિયાઓના પુણ્યપ્રતાપે સ્વર્ગાદિ મળે, પણ સ્વર્ગાદિ ફળ એ વસ્તુતઃ ફળ જ નથી.
૭ માગીને મેળવેલા ભોગ તો પોતાને નષ્ટ કરે.
♦ દર્શનને આધું મૂકીએ તો એ વિનાનું જ્ઞાન એ જ્ઞાનરૂપ નથી.
♦ જે હિત તથા અહિત બતાવી, અહિતથી બચાવે તથા હિતમાર્ગે લઈ જાય તે સમ્યગ્નાન.
♦ ત્યાગીઓ જે શરીરને મુક્તિનું સાધન બનાવે, તે જ શ૨ી૨ને રાગીઓ નરકનું સાધન બનાવે. ૭ જેઓ પોતે માત્ર સ્વયમેવ વાંચી લઈને મનફાવતી કલ્પનાઓ કરવા મંડી પડે છે, તેમને એ વસ્તુ ઊંધેરૂપે પરિણમે છે અને પરિણામે જે શાસ્ત્ર અનંતાઓને તાર્યા, તારે છે અને તા૨શે, તે જ શાસ્ત્ર તેવા અજ્ઞાન આત્માઓને એમના અજ્ઞાનના યોગે ભવભ્રમણનું કારણ બની જાય છે.
♦ જેમ જ્ઞાન વધે તેમ તમે શ્રી જિનેશ્વરદેવોનાં વચનો પર પ્રીતિ વધે.
Jain Education International
♦ એ શાન બનાવટી છે, નાશક છે, હાનિકર છે, કે જે જ્ઞાનવૃદ્ધિના પરિણામે દર્શન ઢીલું પડે. ♦ દર્શન ચેતવ્યા કરે. ઝટ વિરતિ તરફ મોં વાળે.
♦ સામા પર જ્ઞાનીની અસર ચારે થાય ? શુભ પ્રવૃત્તિ જન્મે તો.
For Private & Personal Use Only
www.jainelibrary.org