________________
૧૦૦
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩
–
::
ચૂપ રહે એ કેમ બને ? પેલાઓ કોચીને તૈયાર કરે કે રોન મારનાર પોલીસ જાગજોની બૂમ મારે અને પેલા ભાગાભાગ કરે. ઊંઘણશી શેઠિયાને આ રોન મારનારની બૂમ ન ગમે ને ફરિયાદ કરે તો કંઈ ચાલે ? નહિ જ, કારણ કે બૂમ મારવા માટે તો સરકારે રાખેલ છે. આવી જાતની ફરિયાદ કરવા પણ સત્તા પાસે ગયા હતા, પણ ત્યાંયે લાત પડી. જૈનશાસનનું સાધુપણું જ એવું છે કે ત્યાં કોઈ પણ સત્યાસત્યનો વિવેક કરી શકે એવી અથવા સામાન્ય રીતે માણસાઈનો ધર્મ સમજતી સત્તાનો વિરોધ જ ન હોય, કારણ કે હિંસાની, ચોરીની, જૂઠની, જુગારની, વ્યભિચારની ના કહેનારો જૈન સાધુ : એનો ત્યાગી અને એના ત્યાગનો ઉપદેશક જૈન સાધુ ત્યાં રાજનો વિરોધ કેમ જ હોય ?
“નાથપના શાંતિર્મવતુ, પૌરમુક્યા શાંતિર્પવતું” -વગેરે વગેરે જાતના ભાવપૂર્ણ ઉદ્ગારો કાઢનારા સાધુ કોઈને પણ કેમ જ બૂરા લાગે ? માત્ર ચોટ્ટાઓને જ બૂરા લાગે, કારણ કે તેઓ ઘર કોચે કે પેલા જાગજો' કહે, એટલે બધી જ મહેનત ધૂળધાણી અને રખા પાણી થઈ જાય છે. સાધુ એટલે શ્રી મહાવીરના શાસનમાં રોન મારનારા. આવા ઉપકારીઓ સામે સત્તા આગળ પણ ન ચાલ્યું એટલે કામ બધું અહીં આવ્યું. અહીં વળી સહીઓનાં નામઠામ માગ્યાં એટલે જવાબ આપ્યો કે “અમે નવરા નથી' કારણ કે પોલ નીકળે ને ? સહીઓ કોની ? આવે નહિ, જાય નહિ એવા કેંકની માગતાગીને ભેગી કરેલી! ફરિયાદી આવા, એટલે કે દીવાલ જ પોલી માટે તરત ભૂકો થાય તેવી. આથી જ કહું છું કે બધી સત્ય પરિસ્થિતિ સમજો, ગભરાઓ મા, હલ્લાથી મૂંઝાઓ મા, હલ્લો તો આવે. શાહુકારને ત્યાં ચોદ્દાઓ આવે. ભિખારીને ત્યાં કોણ જાય? માત્ર પહેરો પક્કો રાખો. એટલાથી જ ભાગ્યહીનોને ભાગી જવું પડશે. માટે બિલકુલ ભય ન ધરો. ક્ષત્રિય કેવા ? ગુનેગાર પ્રતિ પણ દયાળુ, પણ દુશ્મનને પીઠ ન દેખાડે તેવા, પૃથ્વીરાજે શાહબુદ્દીનને સાત સાત વાર પકડ્યો. પણ “તારી ગૌ” કહ્યું કે છોડી દીધો : તે છતાં પણ પાછી પીઠ જ બતાવી. એ પામરોને તમે જો “આવો” એટલું જ કહો, તો તો એ ગભરાય તેમ છે, કારણ કે એવા તો એ પરાક્રમી છે ! તમને ભય છે એથી એમને ભય વધારે છે, કારણ કે એ તો શરીરના પૂજારી જ છે, એટલે તરત જ ભાગાભાગ કરે, પણ પહેલેથી તમે જ ખોટા ભયથી ભાગો ત્યાં શું થાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org