Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 03
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
૧૮૬
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩
-
14
ગયા. એવા ગુરુ મળે તો ઉપર જવાનું બીજું કામ પણ શું? એ આવે એટલે એ તારકને ચરણે પડો : એ કહે તે જ કરવાનું : એ જ ગુરુ !” બસ, સમ્યગ્દર્શનની સન્મુખ વૃત્તિ થઈ. ભગવાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજ પણ દર્શનધર હતા, પણ અહંધર નહોતા.
જ્યારે તેઓ પાછા પધાર્યા કે પંદરસોય પગમાં પડ્યા અને વિનંતિ કરી કહ્યું કે તમે અમારા ગુરુ.”
ભગવાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજ કહે છે કે તમારા અને અમારા ગુરુ મોજૂદ છે.”
તાપસો : “તમારા ગુરુ ? એ કેવા છે ?”
ગુરુનું સ્વરૂપ સાંભળતાં બધાને ઉત્તમ ગુણની પ્રાપ્તિ થઈ. શ્રી ગૌતમસ્વામી મહારાજે આમ ન કહ્યું હોત તો આ સ્થિતિ થાત ? નહિ. બેઉના ગુરુ કેવાક છે, એ સમજાવતાં ગુણની પ્રાપ્તિ થઈ, પારણું કરતાં, સમવસરણ જોતાં તથા સમવસરણમાં પેસતાં પ્રભુની મુખમુદ્રા જોતાં પાંચસો પાંચસોને ક્રમસર એમ પંદરસોને કેવળજ્ઞાન થયું. આવા મોટા પણ આજ્ઞાને આધીન, એ જોઈને સામાની ભાવના પણ પલટાઈ જાય છે.
સમ્યગ્દર્શનના યોગે આત્માને અહંતાનો લેપ ન લાગે. આજે તો કેટલાય વિદ્વાનને એ જ ઘમંડ કે “મારા વિચાર આ. એ નકામા કેમ જ હોય ? બીજાના વિચાર બીજા જાણે, પણ મારા વિચાર તો આ જ. બધા પોતપોતાના અભિપ્રાયની વાતો કરે. અભિપ્રાય ને અભિપ્રાયમાં જ ગાડી ગુમ થાય. બહુમતી થાય એટલે પોતાનું છોડવું પડે એટલું છે, પણ એ તો માત્ર સભામાં જ ! બહાર જઈને તો પાછું એ જ બોલવાનું. અહીં એવી બહુમતી ન ચાલે. અહીં તો શાસ્ત્ર કહે તે મતિ, બાકી બધી કુમતિ એમ સમ્યગ્દર્શન કહે છે. આજના ઉદ્ધત વિદ્વાનને આ પાલવે ? એને એમ થાય કે હું ભણેલો અને આ કહે તેમ કેમ થાય ? જો એમ કરું તો હું ભણેલો શાનો ?' આજના ભણેલા ગણાતાઓની મોટે ભાગે આ દશા છે. દર્શનહીન જ્ઞાનનાં કડવાં ફળ :
આજનો એવી દૃષ્ટિએ ભણેલો પુસ્તક હાથમાં લે, એટલે પહેલું તો જુએ કે ભાષા કઈ સદીની ? બે-પાંચ પુસ્તકો તે સદીનાં મેળવે, તે પરથી શબ્દોના અનુમાને કહે કે “આ ભાષા પંદરમી સદીની છે, માટે ગણધરે લખ્યું એમ ન મનાય, પુરાણપાઠી સાધુઓ ભલે કહે કે ગણધરે લખ્યું પણ મનાય નહિ !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274