________________
539
૧ : સદાચારનું મહત્ત્વ સમજો ! 38
એ માટે ! હાથ નહિ જોડાય તો ત્યાં દશા માઠી થશે, એ માટે ! કાંઈ એના હૃદયનો પલટો નહોતો થયો.
૧૧
ધ્યાની ધ્યાન કરે, પ્રશંસક પ્રશંસા કરે, એમાં ત્રીજાને શું લાગેવળગે ? સુધર્મા ઇંદ્ર એમ બોલ્યા કે “ભગવાન ધ્યાનમાં એવા મગ્ન છે, એવા ધીર છે, કે તે મહાપુરુષને સુરેશ્વરો પણ ચળાયમાન કરી શકે તેમ નથી.” આવું પણ સુંદર વર્ણન સુરાધમ સંગમથી ન સહેવાયું, એટલું જ નહિ પણ ઊલટું એને તો એમ લાગ્યું કે ‘આખી દેવજાતિનું અપમાન કર્યું. એ મનુષ્ય માત્ર કોણ ? સ્વામીને તો ઈંદ્રપદનું અભિમાન છે, એટલે ગમે તેમ બોલે છે !'
વિચારો, આમાં દેવતા જાતિનું અપમાન હતું ? પ્રશંસા કરનાર પોતે પણ ઈંદ્ર હતા કે નહિ ? અવધિજ્ઞાનવાળા બીજા ઇંદ્રોને પણ અપમાન લાગ્યું ? નહિ, માત્ર સંગમને લાગ્યું. અસ્તુ. હવે કોઈ એમ પૂછે કે સંગમને આમ કેમ થયું ? ઉત્તરમાં એમ જ કહેવું પડે કે પાપનો ઉદય આવ્યો હોય, ત્યારે સારી વસ્તુ પણ ખોટારૂપે પરિણમે. એમાં ભગવાનના ધ્યાનનો પણ દોષ નથી, અને સુધર્મા ઇંદ્રે કરેલી પ્રશંસાનો પણ દોષ નથી. દોષ સંગમનો પોતાનો જ છે. માટે જ કહું છું કે મિથ્યા પ્રવૃત્તિનાં નિદાન પરખો.
યોગ્યતા મુજબ જ વસ્તુ પરિણમે :
દૃષ્ટિમાં જે જાતની ગ્રહણશક્તિ હોય, તેવું ગ્રહણ થાય. જેવી યોગ્યતા હોય તેવું લેવાય. મિષ્ટાન્ન બધા ખાય, પણ ચાર મહિનાની પથારીએ પડેલા પાસે લઈ જાઓ તો કહે કે ‘આધું નાખો !' વસ્તુમાં કડવાશ છે ? નહિ, પણ રોગના પરિણામે સારી ચીજ પણ ન ગમે.
રોજ પાંચસો પાડા મારનાર કાલસૌકરિક કસાઈને અંતે ધાતુવિપર્યયનો રોગ થયો. એને કોઈ રીતે ચેન ન પડે. એનો પુત્ર સુલસ પિતૃભક્ત હતો. બાપ, ‘હાય બાપ !’ અને ‘હાય મા' એમ કરે, એટલે ચંદનના લેપ કરે. ‘નથી ફાવતું’ ‘નથી ફાવતું’ કહે, કે તરત પુષ્પની શય્યામાં સુવાડે. ઊંચામાં ઊંચી ચીજો ખવરાવે, બધી રીતે ભક્તિ કરે તોયે દરદ વધે. આથી સુલસને ખેદ થાય છે કે બાપને કોઈ પણ રીતે શાંતિ થતી નથી. એણે વિચાર્યું કે શ્રી અભયકુમાર પાસે જાઉં. એ બુદ્ધિનિધાન છે, વસ્તુઓનો જ્ઞાતા છે અને શ્રી જિનેશ્વરદેવનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org