________________
641
૮ : બધું જ છ કાય જીવોની રક્ષા માટે : - 45
૧૧૩
એવા સાધુ પાસે કરે, એટલે એ સાધુ પણ સામો કહે તેમ ક૨વા તૈયાર થઈ જાય એ શાથી ? વિચાર કરતાં કહેવું જ પડશે કે એ બધા અનુકૂળ ઉપસર્ગથી !
જ્ઞાની કહે છે કે પ્રતિકૂળ ઉપસર્ગમાં તો હજી પણ ટકાય, કોઈ ગાળ દે તે કદાચ સહન થાય, પણ માનસન્માન, ‘આપ સાહેબ આવા અને આપ મોટા, આપ ઉદાર અને આપ શ્રીમાન' - આ સહેવું અને આવામાં ટકવું એ બહુ જ મુશ્કેલ. ‘શસ્ત્રપરિજ્ઞા’ના કથનનો સંપૂર્ણ અમલ કરવા ખાતર, લોકનો વિજય કરવા માટે આગળ આવેલાઓમાંના પણ, દુઃખની વાત છે કે તે કોઈ વખત અનુકૂળ ઉપસર્ગથી પડી જાય છે, તો પછી બીજા જ ઇરાદે આવેલા પામર આત્માઓ માટે તો પૂછવું જ શું ?
પ્રશ્નો અને ઉત્તરો :
દુનિયાદારી એટલે જ છકાયની વિરાધના :
સભા : મુનિ દુનિયાદારીની સાથે રહે એમાં વાંધો શો ?
‘કરેમિભંતે’ના પચ્ચખ્ખાણમાં એમ હોય તો રહે એમાં કાંઈ વાંધો નહિ, પણ એમ છે ?
સભા : પણ ત્યાં લાભ હોય તો ?
લાભ દેખાડે. જ્યાં જ્યાં લાભ દેખાય, ત્યાં ત્યાં દુનિયાદારી સ્પર્શતી જ નથી. દૃષ્ટાંતો જુઓ, રાજાઓને અને મંત્રીઓને કેવા બનાવ્યા, તો એ પ્રભાવક બન્યા ! મહારાજા શ્રી કુમારપાળને એવા બનાવ્યા, કે જેથી એમની એક જ ભાવના કે ‘ક્યારે છૂટું ! રાજ્ય પણ મારા માટે કામનું નથી.' જો આ ભાવના ન હોત અને રાજ્યની મમતા હોત તો પૂજન કરતાં, ‘છએ ઋતુના ફૂલથી જ્યાં સુધી પૂજા ન કરી શકું ત્યાં સુધી અન્નપાણી ત્યાગ' - આવો અભિગ્રહ થાત ? જેને રાજ્ય વહાલું હોય, સાહ્યબી વહાલી હોય, તે અન્નપાણી તજે ? મુદ્દો એ છે કે જેને ષટ્કાયરક્ષક બનવું છે અને કહેવરાવવું છે, તેનાથી દુનિયાદારીની સાથે રહેવાય નહિ જ, કારણ કે દુનિયાદારી એટલે જ ષટ્કાયની વિરાધના ! એ વિના દુનિયાદારી ચાલતી જ નથી. તમે મુનિને શું લખો ? ષટ્કાયરક્ષક કે ભક્ષક ? જો ૨ક્ષક, તો પછી તેને દુનિયાદારી સાથે મેળ શી રીતે ખાય ! કારણ કે ‘દુનિયાદારીમાં તો ષટ્કાયની વિરાધના જ છે.'
સભા : મનુષ્ય પંચેંદ્રિયની તો નથી ને ?
મૈથુનમાં પંચેંદ્રિય કેટલા મરે છે ? બેથી નવ લાખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org