________________
687 – ૯ : જૈનશાસનનો પાયો સમજ્ય ! - 46 – ૧૩૯
સામાયિક, પૂજન આદિ ન કરવું જોઈએ, એથી કલ્યાણ થતું નથી, એમ કહેનારને સંઘ બહાર કરવાની આ આગમની આજ્ઞા છે. આ તારક શાસન તો બધું જ કહેશે. પગથી માથા સુધી લાગે તેવું પણ કહેશે. જગતના ભલા માટે, અનેક કષ્ટો સહી, ભયંકર ઉપસર્ગ-પરીષહ સહી, ઘોર તપશ્ચર્યા કરી. તીવ્ર સંયમ પાળી, કેવળજ્ઞાન પામી જગત આગળ શ્રી જિનેશ્વરદેવોએ માર્ગ ધર્યો છે. એ ન પામો એમાં કમતાકાતપણું કબૂલો તો તો પ્રભુ પણ કહે છે કે “હોય, મોહનું જોર છે, ધીમે ધીમે પણ પ્રયત્ન કર.' પણ માર્ગનો વિરોધ કરો, માર્ગને ઠોકરે મારો, પાપને પાપ તરીકે ન સ્વીકારતાં એને પુણ્યરૂપે કહીને બચાવ કરો, એ માટે ઉન્મત્ત બનો, તો તો એ જ શ્રી જિનેશ્વરદેવ, તેવાને દુર્લભબોધી, અનંત સંસારી, ભારેકમ વગેરે વગેરે બધું જ કહે છે. શું “દુર્લભબોધી' વગેરે ગાળ છે? નહિ જ, એ વિશેષણો તો અધમકર્મ આત્માઓનું સ્વરૂપ માત્ર છે, માટે એ ગાળ નથી. એ સ્વરૂપ જો આ નહિ કહે તો બીજું કોણ કહેશે ? “અમને એમ કહે ?' એમ કહેવું એ ન ચાલે : આથી પણ વધારે કહે. શ્રી જૈનશાસનમાં રહેતા હો તો બધું જ કહે. પ્રભુમાર્ગના અનુયાયી કહેવરાવવું હોય તો પ્રભુમાર્ગથી વિરુદ્ધ ન જ બોલાય અને ન જ વર્તાય. અને જો બોલાય અથવા વર્તાય તો દુર્લભબોધી' આદિ ઉપનામો લાગી જ જાય. પછી ત્યાં તમે કહો કે હું હોઉં? તીર્થકર નામકર્મનાં દળિયાં ભેગાં કરેલાં પણ અનંત સંસારી થયા. એ ચૂક્યા કે તરત એમને પણ આ આગમે અનંત સંસારી અને સાવઘાચાર્ય કહ્યા સાવદ્યાચાર્ય એટલે પાપાચાર્ય. બાકી ભાવાચાર્ય તો તે, કે જે શ્રી જિનેશ્વરદેવે જ કહેલું પ્રરૂપે. જે શ્રી જિનેશ્વરદેવનું કહેલું ન પ્રરૂપે, તેથી વિપરીત પ્રરૂપે, તે નામાચાર્ય એટલું જ નહિ પણ પાપાચાર્ય કહેવાય અને તેવાઓને શાસ્ત્ર “અદીઠ્ઠકલ્યાણકરા' કહ્યા છે, એટલે કે એમને ન દેખવા સારા એમ શાસ્ત્ર કહ્યું છે. મોક્ષમાર્ગે જનારને આ કહેવાની, ચેતવવાની ખાસ ફરજ છે.
જીવ અને અજીવ જાણવાના શું કામ ? શું અખતરા કરવા ? અખતરા કરવા માટે એ જાણવાનું નથી જ. સંહારના પ્રયોગ, નાશની ક્રિયા રાચીમાચીને કરવા માટે એ જાણવાનું નથી જ. હજી એમ કહે કે “કમભાગ્ય કે પાપી પેટ ખાતર, મોહ ખાતર, હું પાપપ્રવૃત્તિને વર્જી શકતો નથી, પણ કયારે તેવો શુભ દિન આવે કે આ બધું છોડું તો વાત જુદી, પણ પાપનો બચાવ તો ન જ હોય. પાપની છૂટ ભગવાન આપે ? અને મોક્ષાર્થીથી છૂટ મંગાય પણ ખરી ? ભગવાન પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org