________________
૯ : જૈનશાસનનો પાયો સમ્યક્ત્વ ! - 46
અનાદિકાળથી આત્મા હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર-મૈથુન અને પરિગ્રહથી ટેવાયલો છે. બાળકને કીડી કેમ મારવી તે આવડે, પણ બચાવતાં ન આવડે. કર્યું છતાં ના કહેતાં, એટલે કે જૂઠું બોલતાં તરત આવડે. અરે, ઘોડિયામાં સૂતેલા બાળકને દૂધ પીવા માટે ખોટું રોતાં કોણે શીખવાડ્યું ? સમજે કે ઢોંગ નહિ કરું ત્યાં સુધી મા નહિ આવે. આંખમાં આંસુ વગર હું હું હું હું કરે. ખોળામાં લે કે તદ્દન ચૂપ. સાચું રુએ ત્યારે તો ડૂસકાં આવે. મોટાઓ પણ બનાવટી રુએ. રોતાં રોતાં બોલી શકે તે બનાવટી. સાચું રોનારથી તો સ્પષ્ટ બોલાય પણ નહિ, કારણ કે ડૂસકાં આવે અને હૈયું ભરાઈ જાય. આંખોમાં ખાલી પાણી લાવનારો આદમી લૂંટારો છે, ધૂતારો છે, કામ કાઢી લેનારો છે, એ અનુભવ દિવસે દિવસે સાચા પડતા જાય છે.
669
સત્યની પેઢી થોડી પણ ચાલતી હોય તેને બંધ કરાવવાની ભાવના કેમ જ થાય ? દેવાળીઓ પણ બેંક તૂટે એવું ન ઇચ્છે. પોતાને બસો-પાંચસો મૂકવાનું સ્થાન તો એ પણ આબાદ જ ઇચ્છે. આજે સત્ય ધર્મ બતાવનારા ગણ્યાગાંઠ્યા જ સાધુઓ છે, છતાં એટલા પણ અસત્યના પૂજારીઓને ઘણા જ ખટકે છે. અને એથી જ આજના અસત્યના પૂજારીઓ એ ઇચ્છી રહ્યા છે કે અસત્યની પૂજા નિર્વિઘ્ને નિભાવવા, સત્યના પૂજારી દુનિયામાં રહેવા જ ન જોઈએ : અને દુર્જનોની ભાવના બીજી હોય પણ શી ? પરંતુ જ્ઞાની પુરુષો ફરમાવે છે કે દુર્જનોના મનોરથો મનમાં જ રહેવાના. જો દુર્જનોના મનોરથો ફળે, તો તો દુનિયામાં એક પણ સજ્જન જીવતો ન રહે કે મજા ન કરે, કારણ કે ઊંધી કોટિના, અધમ કોટિના આત્માઓની ઇચ્છા જ ભયંકર ! ‘બધા ભીખ માગો અને મારું ભરાઓ.’ - આવું અધમ આત્માઓ ઇચ્છે. પણ એ કદી ફળે ? ખોટામાં ખોટી હદ આ છે. અમુકને અમુક પાપરુચિ ન છૂટે એ વાત જુદી, પણ તેથી પાપરુચિ છોડનાર સામે બળવો કરવાની આવશ્યકતા શી ? અસત્યના ગાઢ રંગનું જ આ પરિણામ છે. આવું સત્ય બતાવવાની ફરજ આ શાસન ન જ ચૂકે. સમ્યગ્દષ્ટિ આત્મા હિંસાની, જૂઠની કે મૈથુન વગેરેની પ્રશંસા ન જ કરે અને ક્રોધાદિક કષાયોને ન જ વખાણે. પોતાથી હિંસા આદિનું સેવન થતું હોય તો કમજોરી કબૂલે, પણ ‘કરવું જ જોઈએ' - એમ કહે, એ તો શ્રી જિનેશ્વરદેવના શાસનમાં રહેવા માટે યોગ્ય જ નથી. એવા સાથે સંબંધ રાખવો તે પાપ છે, એમ આપણે કહી રહ્યા છીએ.
Jain Education International
૧૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org