________________
883 —૧૦ : સુસાધુની સિંહનાદસમી શુદ્ધ પ્રરૂપણા : - 47–૧૫૫
તથા જો કબૂલ હોય તો ભગવાન શ્રી જંબૂસ્વામીજી પછીના બધાય મહાપુરુષોને તમે વિરાધક માનવા તૈયાર છો ?
જો ના, તો તો એ પ્રમાણે કહેનાર વિરાધક ખરો કે નહિ ? જો ખરો જ, તો એની પાસેથી યોગ્ય જવાબ કેમ ન માગવો જોઈએ ?
વારુ, બીજી વાત પૂર્વાચાર્યોએ તમારી સ્વતંત્રતા દાબી દીધી છે' - આવું કોઈ પણ સુસાધુથી કહેવાય ?
ઇચ્છા પ્રમાણે વર્તવું તે જ ધર્મ' – આવું પણ સુસાધુથી કહેવાય ? અને ‘બાઈઓ ફટાણાં ગાય છે' - એને કોઈ પણ સુસાધુથી ધર્મ કહેવાય?
તેમજ “તમારા રોટલા ઉપર અમે જીવીએ છીએ' - એવા આશયનું સુસાધુથી બોલાય ? શું આ બધી દીવા જેવી વાતો તમે નથી સમજી શકતા ?
શાણાઓ અને ડાહ્યાઓ જઈને પગ પકડી વિનંતિ તો કરો કે “આ શું કરવા બેઠા છો ? શાસન ઉપર ભયંકર આક્રમણ ન કરો. જગત ઇચ્છા મુજબ તો વર્તી રહ્યું છે : હવે એ સ્વેચ્છાચારિતામાં ધર્મ બતાવી જગતની વધારે પાયમાલી ન કરો.
તમે તત્ત્વની ઝીણી વાતોમાં ન સમજો એ માન્યું, પણ આ દીવા જેવી વાતો તો સમજો છોને ! સમજો છો તો કહો કે એ માટે શું કર્યું ?
શ્રાવક તથા સાધુના સામાન્ય આચાર તો જાણોને ?
આવી વાતો નજર સામે દીવા જેવી દેખાય છતાં પ્રયત્ન ન કરાય, તો શાસનનો અવિહડ રંગ નથી એમ કહેવાય : પછી ભલે તમે હો કે હું હોઉં! આ હાલત ચાલી રહી છે, આ કાર્યવાહી થઈ રહી છે તે નથી જાણ્યું ?
જૈનોના પૈસાથી સારા બનેલા પાપાત્માએ ત્યાં સુધી કહ્યું છે કે “ભગવાન તીર્થકર તીર્થ સ્થાપી શકે નહિ, તીર્થ હોય જ નહિ, વીતરાગને વળી ટોળું શું? સંઘ સ્થાપનાની વાત જ ખોટી છે. બધા પૂર્વાચાર્યોએ માખી પર માખી કરી છે, એ પૂછડું મૂકનારા નથી.” - વગેરે !
જૈન સમાજના આશ્રયથી ભણેલા કહેવાતા વિદ્વાન પંડિતે શ્રી જૈન સંઘ પર આવી જાતનું તિલક કર્યું છે. એ કરાવનાર, એ કાર્યવાહીના પ્રેરકો, તે આજે સમાજમાં આગેવાનીભર્યો ભાગ લઈ રહ્યા છે અને આવાની પીઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org