Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 03
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 204
________________ ૧૦ : સુસાધુની સિંહનાદસમી શુદ્ધ પ્રરૂપણા ઃ | 47 મિથ્યાત્વ એ જ મહાદોષ અને ભૂતકાળના નિકૂવો અને સમ્યક્ત એ જ મહાસણ : આજના કુલાંગારો વચ્ચેનો તફાવત : • શાસનરક્ષકોની જવાબદારી : વિષય : સમત્વ વિનાનાં તપ, જ્ઞાન અને ચારિત્ર નકામાં. શાસન રક્ષા માટે સત્વ જરૂરી સમ્યક્ત્વની ચાલુ વાતનો દોર આગળ ચલાવતાં પરમ તારક ગુરુદેવશ્રીએ આ પ્રવચનના પ્રારંભમાં નિયુક્તિકારકૃત ગાથાઓની સાક્ષી આપીને સમ્યકત્વનું મહત્ત્વ સમજાવ્યું છે. સમ્યક્ત્વ હોય તો જ તપ જ્ઞાન ચારિત્રાદિ ગુણો કામના બાકી નકામા, નુકસાન કરનારા - એ વાત વિગતે સમજાવી છે. ત્યાર બાદ વર્તમાનની પરિસ્થિતિના અનુસંધાનમાં પૂર્વકાળના નિહનવો કેવા હતા અને એની સામે આજના શાસનદ્રોહીઓ કેવી ઉપમાને વરેલા છે એ મુદ્દો ખૂબ જ જ્વલંત શબ્દોમાં રજૂ કર્યો છે. આજના પરિપ્રેક્ષ્યમાં શાસનરક્ષક સુસાધુ અને સુશ્રાવકોની શું ફરજ થઈ પડે છે, એ માટે શું શું અને કેવી કેવી રીતે કરવું પડશે એ બધી વાતોની ધારદાર રજુઆત કરવામાં આવી છે. શાસનરક્ષા માટે જાતના માન-અપમાનને ગૌણ કરી કેવા પ્રયત્નો કરવા જોઈએ એનું સુંદર ધ્યાન આપ્યું છે. મુવાક્યાતૃત • સારી-નરસી વસ્તુનું પરિણામ આત્માની પરિણતિ ઉપર છે. ૦ આગળ સમ્યક્ત્વ થશે એ ભાવનાથી જે સમ્યકત્વ પ્રત્યે બેદરકાર રહે અને મિથ્યાત્વ સેવે, તેને ભવાંતરમાં પણ તેવી સુંદર સામગ્રી નથી મળતી. સમ્યગ્દષ્ટિ આત્મા તો મોક્ષની સાધનામાં ઉદ્યમની જ પ્રધાનતા માનનાર હોય છે. • જે આત્માઓ મિથ્યાત્વને આધીન થઈ પોતાની હઠ ન છોડે અને ઉન્માર્ગની પ્રવૃત્તિ વધાર્યે જ જાય, તે આત્માઓ ગમે તેવા હોય તો પણ તેઓને સંઘ બહાર કરવાની આ શાસનમાં ભારેમાં ભારે આજ્ઞા છે. • જેઓ ગાઢ મિથ્યાત્વના ઉદયે “મારું તે જ સાચું' - પછી ભલે સાચું હોય કે ખોટું હોય ! “આ માનતા થઈ ગયા તેઓએ જ પ્રભુશાસનમાંથી પોતાનું સ્થાન ગુમાવ્યું. આગમના અમુક વચન ઉત્થાપે તે નિનવ કહેવાય. પણ જેઓ આજે ઘણી વસ્તુને ઉત્થાપે છે અરે એટલું જ નહિ પણ સીધાનું ઊંધું જ કરે છે, તેઓને માટે શું કહેવું, તે માટે શબ્દ જ નથી જડતો. • વિચાર કર્યા વિના જ અયોગ્ય રીતે મૌનના ઉપાસક બનવું, એ કોઈ પણ રીતે યોગ્ય નથી. • ઉપદેશની ફરજ સાધુની અને અમલની ફરજ શ્રાવકોની. • જગત ઇચ્છા મુજબ તો વર્તી રહ્યું છે : હવે એ સ્વેચ્છાચારિતામાં ધર્મ બતાવી જગતની વધા પાયમાલી ન કરો. • શાસનસેવા કરતાં દ્રવ્યપ્રાણ જાય તો પણ ભાવપ્રાણ તો ખીલવાના જ છે, તો પછી ફીકર શી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274