________________
૧૩૮ –
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ —
—
–
686
આપી શિખામણ આપો કે હવેથી કરીશ નહિ.' ફરી કરે તો લાલ આંખ કરો, છતાં એ છોકરો પોતે જ જુગારી બને તો બહાર કાઢો, છતાં ક્યાંયથી તમારા નામે હજાર લાવે તો તમે નોટિસ કાઢો, જાહેર કરો કે “મારા છોકરાને જે ધીરશે તે તેના પોતાના જોખમે છે. એ વખતે કોઈ આવીને કહે કે છોકરા માટે નોટિસ હોય?” બાપ કહે કે “હા, એના ભલા માટે છે. આજે તો હજારમાં પત્યું. હજાર આપી શકીશ. નોટિસ ન આપે તો આગળ વધે એ મારાથી પૂરા ન થાય અને એથી છોકરાના હાથે બેડી પડે ને એને જ જેલમાં જવું પડે અને હું પણ આજે તો જુગારીનો જ બાપ કહેવાઉં છું અને પછી તો કેદીનો બાપ કહેવાઉં અને એથી મારે વધુ શરમાવું પડે : માટે બેયના હિત માટે નોટિસ આપી છે.” કહો, આવા પ્રસંગે નોટિસ આપેને?
સભા : આપે જ, આપે છે જ.
વગર વિચાર્યું એમ ને એમ હા, હા, ન કહો. આ તો વ્યવહારની વાત છે, પણ ઉપનયમાં એટલે કે ધર્મની વાતમાં પણ એમ જ માનવું પડશે, એ વાત ભૂલી ન જાવ. જેમ કુપુત્રને શાસન સજા કરે છે. તેમજ સુપુત્રને આવાસન આપે છેઃ
વારુ, છોકરો જો ભૂલ કબૂલ કરે, હાથ જોડીને કહે કે “બાપાજી ! ભૂલ્યો, હવે નહિ કરું' - તો બાપ એ હજાર ભરી દે, છોકરાને ખોળામાં બેસાડે, બધું કરે, પણ “બાપ શાનો થયો છે ? ભરી દે, મિલકતમાં મારો લાગો છે' - એમ કહે તો ? બાપને કરડું થવું જ પડે. હવ બાપ જો વડીલોપાર્જિત મિલકત ધરાવતો હોય તો તો પુત્રનું તોફાન જરા ચાલે, પણ પોતાની કમાયેલી મિલકત હોય તો તો જરા પણ ન જ ચાલે. એ જ રીતે આ શાસનમાં છે. આ શાસન કાંઈ સવોપાર્જિત મિલકત જેવું નથી, કે જેથી એમાં કાયદેસર ભાગ માગી શકાય. જેમ સ્વોપાર્જિત મિલકત પિતા તુષ્ટ હોય તો જ પુત્રને આપે અને ન આપે તો કાયદો કાંઈ કરી શકતો નથી, તેમજ અન્યાયથી પુત્ર લેવા જાય તો એનેય સજા થાય છે, તે જ રીતે આ શાસનની મિલકત એના સેવક માટે જ છે, એની ઉપાસના કરનારને જ એ મળે છે. માટે અહીં ઉન્મત્ત બનશે એને તો ઘડીના છઠ્ઠા ભાગમાં શાસન ફગાવી દેશે. એ તારકના શાસન પાસે જો ઉન્મત્ત બની જેમતેમ માગશો, તો તમને ફિટકારી જ કાઢશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org