________________
૧૩૦
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો વિવેક :
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવનો જ્ઞાતા પણ કોણ હોય ? તે જ કે જે પ્રભુની આજ્ઞાને વાસ્તવિક રીતે જાણે ! દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જાણું છું' - એમ કહેનાર પ્રભુની આજ્ઞા ન જાણે એ કેમ પાલવે ? પ્રભુની આજ્ઞા ન જાણનારો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવને જાણે પણ કઈ રીતે ? માલ જાતવાર ભલે જાણે, પણ એના ભાવ ન જાણે તે વેપાર કઈ રીતે કરે ?
658
કેટલાક કહે છે કે ‘બાવીસ તીર્થંકરના સાધુ, દોષ લાગે તો પ્રતિક્રમણ કરતા અને ભગવાન મહાવીરે ફે૨વ્યું તો કાળ જોયોને !' આ પ્રમાણે કહેનારા ખરે જ અજ્ઞાન છે, કારણ કે ‘જીવ વિશેષની વાત છે કે કાવિશેષની’ – એમ તેઓ સમજી નથી શકતા. બીજું દોષ લાગે તો પ્રતિક્રમણ કરવું એ વિધિ તો બેય સ્થાને સમાન જ છે. બાવીસ તીર્થંકરદેવના સાધુઓ દોષ લાગ્યો કે નહિ તે પ્રાજ્ઞ હોવાથી જાણી શકતા હતા અને સ૨ળ હોવાથી કબૂલતા, માટે એમને માટે એ માર્ગ હતો : પણ ભગવાન શ્રી મહાવીરદેવે જોયું કે હવેના જીવો જડ અને વક્ર જ છે, એટલે ન તો સીધું સમજે કે ન તો સીધું માને, માટે એમને તો દોષ લાગ્યા વિના રહે જ નહિ, માટે તેઓએ ઉભય ટંક નિયમિતપણે પ્રતિક્રમણ કરવું જ જોઈએ. બીજું આ વાત કાંઈ ભગવાન શ્રી મહાવીરદેવના શાસન માટે છે એમ જ નથી, દરેક પહેલા અને છેલ્લા તીર્થપતિના શાસન માટે છે. આવી વાતો કરીને યથેચ્છ પરિવર્તનની વાતો કરવી, એ તો ભયંકર અજ્ઞાનતાની જ નિશાની છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવને જાણવાની વાતો કરનારો, આશાના મૂળને ન જાણે, એ કેમ જ નિભાવી લેવાય ? એ યાદ રાખો કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવને જોઈને આજ્ઞાનું રક્ષણ અને પાલન થાય તેવું કોઈ પણ પરિવર્તન કરવાની ગીતાર્થોને છૂટ છે : આજ્ઞા રહેતી હોય, મૂળ સિદ્ધાંત ન હણાતો હોય અને કોઈપણ સાવધ પ્રવૃત્તિને ઉત્તેજન ન મળતું હોય તો કશો જ બાધ નથી.
Jain Education International
આથી જ કહેવું પડ્યું છે કે તત્ત્વશ્રદ્ધા મજબૂત થાય તો જ લોકવિજય કરતાં અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગ પ્રસંગે આત્મા પ્રભુઆજ્ઞામાં સ્થિર રહે.જેઓની શ્રદ્ધામાં ઠેકાણું નહિ હોય તેઓને તો લોક જરૂ૨ ઘસડી જશે. તેઓ કોઈ પણ રીતે ટકી નહિ શકે ! શ્રી જિનેશ્વરદેવના શાસનને સેવવું એટલે તો નદીના સામે પૂરે તરવા જેવું છે. સામે પુર જનારને ધસારો કેટલો સહેવો પડે ? આક્રમણની બધી ચીજોથી
For Private & Personal Use Only
www.jainelibrary.org