________________
૧૨૮
——
— આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩
-
656
સમત્વની હયાતીને બતાવનારા સડસઠ બોલો પરમ ઉપકારીઓએ કહ્યા છે. - ચાર સદુહણા, - ત્રણ લિંગ, - દશ પ્રકારનો વિનય, - ત્રણ શુદ્ધિ, - પાંચ દૂષણ, - આઠ પ્રભાવક, - પાંચ ભૂષણ, - પાંચ લક્ષણ, - છ જયણા, - છ આગાર, - છ ભાવના અને છ સ્થાન' - આ સડસઠ બોલોને જાણો અને વિચારો તો આપોઆપ જ દંભીઓની પોલ પકડાઈ જાય તેમ છે. આ શાસનમાં એક ક્ષણ પણ પોલ નભી શકે તેમ નથી, કારણ કે આ શાસન શાશ્વત છે અને તેની સ્થાપના અનંત જ્ઞાનના ધણી શ્રી અરિહંતદેવો કરે છે, બાકી આ દુનિયામાં કોરી તત્ત્વની વાતો કરનારા તો બહુ છે. જીવાદિકની વાતો કરનારા તો ઇતરમાં પણ બહુ છે. ભલે એ શ્રી જિનેશ્વરદેવના દર્શનને ન માને, છતાં શ્રી જિનદર્શનમાં જીવતત્ત્વનું નિરૂપણ વિસ્તારથી કર્યું છે એમ કહી, એ તત્ત્વોનું સારામાં સારું વર્ણન કરે : પણ જ્ઞાની કહે છે કે તત્ત્વાર્થ સાથે આત્મા એકમેક થવો જોઈએ, એટલે કે “જે આત્મા જીવ તથા અજીવને જાણે, એ જાણીને આશ્રવને તજે તથા સંવરનો સ્વીકાર કરે, બંધથી બચે ને નિર્જરાને અમલમાં આણે, તે જ આત્માની મુક્તિ થાય. બાકી જે માત્ર જીવ અને અજીવને જાણે, પણ આશ્રવને તજે નહિ તથા સંવરનો સ્વીકાર કરે નહિ, બંધથી બચવાની અને નિર્જરા થાય તેવી કાર્યવાહી ન કરે તેને મુક્તિ કદી જ ન મળે. આવો જેને નિશ્ચય હોય તે જ આત્મા સમ્યક્ત્વધારી ગણાય પણ બીજો નહિ.
અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગ વખતે પણ ટકાવનાર આ જ સમ્યક્ત્વ છે. તત્ત્વ જાણ્યાં પણ કરવું શું એનો ખ્યાલ ન આવે, તો તત્ત્વજ્ઞાન ફળ શી રીતે ? વાતો કરવામાં વિદ્ધ નથી, વિન તો અમલમાં છે. લક્ષાધિપતિ છીએ એમ કહેવામાં તકલીફ નથી, પણ લક્ષાધિપતિ બનવામાં કેટલી તકલીફ છે તે તમે જાણો છો ને ? તેમ અહીં પણ કેવળ તત્ત્વની વાતો જ કર્યું કામ કેમ થાય ? તત્ત્વના અર્થમાં શ્રદ્ધાવાળાને તત્ત્વથી ઊંધી વાતો કરનાર સાથે મેળ કેમ ખાય? ચોરની સાથે ઊભા રહેવા શાહુકાર કદી લલચાય ? ન ઓળખાય ત્યાં સુધી વાત જુદી, પણ ઓળખાયા પછી ચોર પાસે શાહુકાર કેમ જ ઊભો રહે ? અર્થાતુ ન જ ઊભો રહે. તેવી જ રીતે તત્ત્વના અર્થમાં શ્રદ્ધાવાળા આત્માને, શ્રદ્ધાહીન આત્મા સાથે મેળ કોઈ પણ રીતે ન જ ખાય ! જો એવાની સાથે એ પણ મેળ રાખે, તો તેનું જ્ઞાન નિષ્ફળ જાય એમાં નવાઈ જ શી છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org