________________
659
–
– ૯ : જૈનશાસનનો પાયો સમ
! - 46 –
– ૧૩૧
બચવું અને પાણીના પૂરને પણ પાછું પાડી સામે ધસવું - એ ક્યારે થાય ? “સામે પૂરે જવાથી જ ઇચ્છિત સ્થાનની પ્રાપ્તિ છે. એવી પૂર્ણ ખાતરી હોય તો જ ! સામો કિનારો અનુપમ છે, ત્યાં જવામાં જ શ્રેય છે, એવી ખાતરી હોય તો જ એ સામે પૂરે જવાય.જેને વસ્તુ પ્રત્યે પ્રેમ ન હોય, વસ્તુ મળી તોયે ઠીક અને ન મળી તોયે ઠીક એમ જેને હોય, તે એક જ ધક્કેથી પાછો ફરે એમાં આશ્ચર્ય શું છે?
આ દુઃખમય, દુઃખફલક અને દુઃખની જ પરંપરાથી ભરેલા અને એ જ કારણે પ્રભુશાસનમાં અસાર તરીકે ગણાતા સંસારમાં વાસ્તવિક સુખ જ નથી, અને એકાંતિક તથા આત્યંતિક સુખ તો મોક્ષમાં જ છે. આ શ્રી જિનેશ્વરદેવના વચન ઉપર શ્રદ્ધા છે ? જો હોય તો લોકના સામે પૂરે થઈને પણ ત્યાં જવાશે. “મળ્યું તોયે ઠીક અને ન મળ્યું તોયે ઠીક' – આ ભાવના થઈ તો ધર્મ અનુકૂળતા સુધી જ થવાનો, રુચે ત્યાં સુધી જ થવાનો. “માન્યા તો દેવ નહિ તો પથ્થર' - એના જેવું જ થવાનું. એનું પરિણામ એવું જ આવે પણ સારું ન જ આવે. પ્રસંગો જીતીને એ આગળ વધે એવું ભાગ્યે જ બને. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા પ્રત્યે અખૂટ શ્રદ્ધા હોય તો જ આખર સુધી ટકી રહેવાનું બને.
શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા એ છે કે જીવ તથા અજીવને જાણો, આશ્રવને દૂર કરો ! આશ્રવના પ્રકાર ઘણા, પણ પાંચ તો મુખ્ય : પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન તથા પરિગ્રહ - આ પાંચને દૂર કરો, એનું વિરમણ કરો, સંવરને સ્વીકારો, કર્મના બંધનથી બચો, નિર્જરાની કાર્યવાહી કરી ને મોક્ષની સામે જ દૃષ્ટિ રાખો. શ્રી જિનેશ્વરદેવની આ આજ્ઞા ઉપર અર્થપૂર્વકની જે શ્રદ્ધા તે જ સમ્યક્ત. આમાં જે દૃઢ હોય તે જ ગમે તેટલા ઉપસર્ગ આવે, લોકનો ધસારો આવે, તો પણ તે પ્રભુ-શાસનની અહિંસાથી ન ખસે, નહિ તો તરત જ ખસે. અનુકૂળ ઉપસર્ગથી ખસતાં તો વાર જ નહિ. ‘તમારા જેવા સારા માણસ' બસ આટલું કહેવામાં આવે કે તરત ખસે. આવાં બેપાંચ વિશેષણો આપી સહેજે ઉન્માર્ગે લઈ જાય. મુનિને પણ પડતાં વાર કેટલી ? એક મિનિટ. પણ તે કયા મુનિને ? સમ્યકત્વનું જેનામાં ઠેકાણું ન હોય તેને જ, બીજાને નહિ. ગમે તેવો ત્યાગી, વિરાગી, ગુણવાન હોય પણ જો એનું સમ્યકત્વ પોલું તો એને ગબડતાં વાર ન લાગે. સમ્યકત્વ વિના બધું જ નકામું !
દઢ સમ્યક્ત્વ વિના અહિંસા, સંયમ તથા તપ પણ ટકતાં નથી. અહિંસા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org