________________
૯: જેનશાસનનો પાયો સમ્યક્ત !
46
• તત્ત્વના જ્ઞાનની અને શ્રદ્ધાની શી જરૂર? - કડવું કોણ કહે અને મીઠું કોણ કહે ? • સમ્યગ્દષ્ટિને સામે પૂરે જ તરવાનું છે! ૦ એમ કુપુત્રને શાસન સજા કરે છે, તેમજ સુપુત્રને • દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો વિવેક : આશ્વાસન આપે છે : • સમ્યક્ત વિના બધું જ નકામું ! • “સુને માટે બધું જ સારું છે : કુને માટે બધું જ • સમ્યક્ત તો શ્રી જિનશાસનનો પાયો છે : ખરાબ !
વિષય: આચાશંગ ચોથું સખ્યત્વઅધ્યયનનો સંબંધ. સખ્યત્વવિના બધું જ નકામું
પ્રથમ અધ્યયનમાં પજવનિકાયની હિંસા અને અહિંસાનું સ્વરૂપ બતાવ્યા બાદ બીજામાં ઇન્દ્રિયલોક અને કષાયલોકને જીતવાની વાત કહી, એ કરવા માટે પરીષહોને જીતવા જરૂરી છે. માટે જ ત્રીજા “શીતોષ્ણીય' અધ્યયનમાં પરીષહની વાત જણાવી. પરીષહો જીતવા માટે સમ્યકત્વ હોવું જરૂરી છે. “સખ્યત્વ એટલે જ તત્ત્વાર્થની શ્રદ્ધા'. એ સમ્યક્ત્વ કેવું ? એની રક્ષા, શુદ્ધિ વગેરે માટે શું કરવું જરૂરી છે ? એનું જૈનશાસનમાં કેવું મહત્ત્વ છે ? સમ્યક્ત્વ વિનાના અહિંસાદિ ગુણો કેવા ? ઉપસર્ગો અને પરીષહોમાં બચવા કે તેને જીતવા સમ્યકૃત્વ કઈ રીતે સહાયક બને છે ? સમ્યગ્દષ્ટિ શેનો અર્થી હોય ? શું ત્યજીએ તો સમ્યક્ત્વ આવે ? આ અને આવા અનેક પ્રાસંગિક પ્રશ્નોના હૃદયસ્પર્શી જવાબો આપણને આ પ્રવચન આપે છે. અત્યંત પ્રવાહી આની ભાષા છે. પ્રવચનાતે કડવી પણ હિતકર વાતને અંગે જે મજાની છણાવટ થવા પામી છે તે ખૂબ જ મોહક છે. સદાલપુત્રનો દાખલ સમ્યક્ત્વ રક્ષા માટે અપાયો છે.
• “સમ્યગ્દર્શનમાં ક્રિયાની આવશ્યકતા જ નથી' – એમ કહેનારા ભીંતની ભીંત જ ભૂલે છે. • વાતો કરવામાં વિઘ્ન નથી, વિપ્ન તો અમલમાં છે. • સમ્યકત્વ ન હોય તો ગમે તેવા દેખાવના અહિંસકનો પણ ભરોસો નથી, કારણ કે અહિંસાને
લાત મારી કઈ વખતે તે ભયંકર હિંસક બને તે કહેવાય જ નહિ. • પ્રતિકૂળ ઉપસર્ગ વખતે તો હજીયે બચાય, પણ અનુકૂળ વખતે બચવું એ ઘણું જ મુશ્કેલ છે.
એવા પ્રસંગે તો પ્રભુમાર્ગની શ્રદ્ધાને મક્કમપણે વળગી રહેનારો આત્મા જ ટકે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવને જોઈ આજ્ઞાનું રક્ષણ અને પાલન થાય તેવું કોઈ પણ પરિવર્તન કરવાની ગીતાર્થોને છૂટ છે. આજ્ઞા રહેતી હોય, મૂળ સિદ્ધાંત ન હણાતો હોય અને કોઈપણ
સાવદ્ય પ્રવૃત્તિને ઉત્તેજન ના મળતું હોય તો કશો જ બાધ નથી. , સમ્યકત્વ પોલું હોય તો એને ગબડતાં વાર ન લાગે. • જ્યાં તત્ત્વશ્રદ્ધા ઉપર જ ઘા થાય, ત્યાંથી સમ્યગ્દષ્ટિ વગર પ્રેરણાએ પણ ખસી જ જાય. • મિથ્યાત્વના પરિત્યાગ પછી જ સમ્યક્ત્વ આવે. • ભૂલનો ખોટો બચાવ કરો તો આ શાસન કરડા અલંકાર પહેરાવ્યા વિના ન રહે. • પ્રભુશાસનના અનુયાયી કહેવરાવવું હોય તો પ્રભુમાર્ગથી વિરુદ્ધ ન જ બોલાય અને ન જ વર્તાય. • ધર્મનું અપમાન કરો તો ભવાંતરમાં પણ એ નહિ મળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org