________________
651
-૮ : બધું જ છ કાય જવાના રક્ષા માટે : - ૧૭-
૧૨૩
છે એવી શ્રદ્ધા ન ધરાવતા હોય, તેઓને અનંતજ્ઞાનીઓએ ફરમાવેલી ક્રિયાઓ પ્રથારૂપ લાગે, એમાં કશું જ આશ્ચર્ય નથી.
જ્યાં કેવળ જનતામાં આસ્તિક તરીકે ઓળખાવા માટે જ આત્માની અને આત્મગુણોની વાતો થતી હોય, ત્યાં બીજું થાય પણ શું? બાકી શરીર આત્માથી જુદું છે, મને કે કમને છોડ્યા વિના છૂટકો જ નથી, અને ગયા પછી લાભહાનિનો આધાર શુભાશુભ કાર્યવાહી ઉપર છે. - આ મનાતું હોત તો આ ક્રિયાઓને રૂઢિ ન જ મનાત. આત્મકલ્યાણ માટે જે જે વસ્તુને જે જે સ્વરૂપે માનવાની અને પૂજવાની, તે બરાબર ન સમજીએ કે ન માનીએ તો આત્મકલ્યાણ શી રીતે થાય ? “પેઢી ઉપર જઈને કેમ બેસો છો ?” - આમ પૂછનારને કહોને કે “રૂઢિ !' નહિ, ત્યાં તો કહે છે કે ત્યાં રોટલા છુપાયા છે. આબરૂ અને શેઠાઈ ત્યાં છુપાઈ છે. મોટરગાડી અને હવાઈ વિમાનો એ પેઢીમાં છે. પણ રૂઢિ છે માટે બેસવાનું છે, એમ નથી કહેતા. જો રૂઢિ માટે બેસાતું હોય તો તો પારકી પેઢીએ જ કેમ ન બેસાય? પોતાની જ પેઢીએ બેસવાનો હેતુ શો ? જે સાધનોની જરૂર છે તે પેઢીથી મળી શકે તેમ છે, માટે પેઢીએ બેસવાનું અને એ માટે નોકરચાકર-ટેબલ ખુરશી-ગાદી-તકિયા-માલ વગેરે બધું જ રાખવું પડે ! મોટાં બોર્ડ, ભભકો, ફેશન, ટાપટીપ, મોટી પાઘડી, રીતસર પહેરવેશ બધું જ આકર્ષક રાખવું પડે ! સમજે છે કે મિલકત ત્યાં છે. હવે અહીં મંદિર-ઉપાશ્રયે જાઓ, વ્યાખ્યાનશ્રવણ, પૂજા, સામાયિક, દાન-શીલ-તપ-ભાવ, આ બધું કરવાનો હેતુ કોઈ પૂછે તો રૂઢિ કેમ કહો ? જેમ પેઢી માટે કહો છો કે રોટલા, મોટર, સ્ત્રીના અલંકાર વગેરે ત્યાં છે તેમ અહીં પણ કહેવું પડે કે નહિ ? પેઢીમાં માલ હોય. ગ્રાહક આવે, વકરો થાય તો બધું થાય. જેવી પેઢી તેવું કામ. એક પેઢીવાળો સોનાના કે ચાંદીના થાળમાં જમે, બીજો પિત્તળની થાળીમાં જમે, અને કોઈ ઠીકરીમાં જમે : આ ફેર શાથી ? વ્યાવહારિક દૃષ્ટિએ તો એમ જ કહેવાય છે ને કે જેવી જેની પેઢીની ખિલવટ ! હવે આ જાણ્યા પછી તો તમે સહેજે સમજી શકો તેમ છો ને કે પૂજા, વ્યાખ્યાન, આવશ્યક, સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ, દાન, શીલ, તપ, ભાવ, - એ બધું શા માટે ? આના જવાબમાં પણ જેમ “પેઢી શા માટે ?' - એના જવાબમાં બધું બોલાય છે તેમ બોલવું પડે ! તો કહો કે નાશવંતા પદાર્થોમાં મારી મમતા એવી વધી ગઈ છે કે, વીતરાગ દેવ અને નિગ્રંથ ગુરુની સેવાથી, એ તારકોના સહવાસથી અને ઉત્તમ વાતાવરણથી જ એ મમતા છૂટે, એ માટે જ મંદિર અને ઉપાશ્રય છે, કે જેથી આત્મા ઉપાધિ-આધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org