________________
હકક – –૮: બધું જ છ કાય જીવોની રક્ષા માટે ? - 45 – ૧૧૭. સુખની ખામી હતી, કે જેથી તેઓ નરકે ગયા ? બીજા રાજાને તો કદાચ માનો કે રાજ્ય ઓછું હતું, પણ આ તો છ ખંડના રાજા હતા, તો પછી નરકે કેમ ગયા ? દુનિયામાં ગાંડા પણ કહે છે કે જે બે કલાક ભગવાનનું નામ લીધું તે આપણું; બાકી બધું નકામું ! આર્યક્ષેત્રમાં અધમકુળમાં અવતરેલા અને મજૂરી કરનારાઓ પણ કહે છે કે, - “જે બે ઘડી રામનું નામ લીધું તે કામનું ?” તો આજના સુધરેલા ગણાતા જૈનોને હજી તો એ શંકા છે કે રાજ્યાદિ ધર્મ કે આમાં કહ્યો છે તે ધર્મ? પરંતુ ખરું જોતાં એ શંકા નથી, પણ ઇરાદાપૂર્વકની પાપ કાર્યવાહી છે ! શરીર રક્ષણીય કે સેવ્ય? સભા : લોક પણ કહે છે કે રાજેશ્રી તે નરકેશ્રી.
એ તો લોક માને છે ને ! પણ કહેવાતો સુધરેલો જૈન લોક માને છે ? ખરેખર, આવા સુધારકો એ જૈનસમાજ માટે પણ શ્રાપસમા છે કારણ કે શ્રી જિનેશ્વરદેવના નામે સંસારની વાત કરવી, એના જેવું દુનિયામાં શાસ્ત્રવિરુદ્ધ એટલે કે અસત્ય કથન એક પણ નથી. એ તો શાહુકારના નામે ચોરીની સ્થાપના કરવા જેવું છે ! આથી જ વિવેકીઓ કહે છે અને માને છે કે દુનિયાને તથા ધર્મને મેળ તો નથી જ. “કરેમિ ભંતેમાંથી એ તો નથી જ નીકળતું કે મુનિપણામાં દુનિયાદારી બાકી રાખી છે, કારણ કે પચ્ચકખાણ તિવિહં તિવિહેણ' છે અને એટલા માટે જ મુનિ પરમેષ્ઠિપદમાં સ્થિત છે. મુનિની કાર્યવાહી એક જ કે દુનિયાના પ્રાણીને ઉત્તમ માર્ગે જોડવા. દુનિયાનાં પ્રાણીઓ ઉત્તમ પદે આવે એ જ મુનિના મનોરથ. આવા મનોરથોને સેવે અને પોતાના મુનિપણામાં રત રહે, તો જ મુનિ મુનિપણાને સાચવી શકે, નહિ તો મુનિપણું ગુમાવી દે..
શ્રી જિનેશ્વરદેવના નામે, શ્રી જિનેશ્વરદેવના આગમના નામે અને અનંત જ્ઞાનીઓના કથનના નામે દુનિયાના પોષણની વાત હોઈ શકતી જ નથી. શાનીનો એક જ ઉપદેશ છે કે કલ્યાણનો અર્થી આત્મા પ્રથમ દરજજે તો દુનિયાને તજે, જો ન જાય તો દુનિયામાં રહ્યા રહ્યા એમાંથી થોડા થોડા પણ બચતા રહે અને તેમ પણ ન થાય તો દુનિયાને પાપમય તો માને છે. આથી જ કહેવું પડે છે કે દુનિયા ન છૂટે તો પણ તેમાં બહુ લીન ન થવાય તે માટે મર્યાદાશીલ બનો. દુનિયામાં આત્મા ગમે તેટલો મર્યાદાશીલ બને, તો પણ તે ષકાયનો વિરાધક તો ખરો જ : માટે અંતે તો છોડયે જ છૂટકો છે, પણ જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org