________________
૩ઃ એ સડાને દૂર કરો !
(40)
• જ્ઞાનીના વર્તનમાં પ્રશ્નો જ ન હોય : • મિથ્યાત્વ છતાં ગુણસ્થાનક કેમ કહ્યું ? • કયો શાની કર્મ ખપાવે ?
• સડેલો ભાગ દૂર કરવો તે દ્વેષ નથી ! • બંધનનાં દોરડાં વધારે તે ગુરુ નહિ ! વિષયઃ મંગળવાદમાં આદિ-મધ્ય-અંત્ય મંગળ શા માટે? જ્ઞાનનું સ્વરૂપ, સાયો જ્ઞાની
કોણ? સમ્યગ્દષ્ટિની ભાવના. કર્મનો કચરો કાઢ્યા વિના ઘાતી ખપે નહિ. આ પ્રવચનની શરૂઆતમાં ગ્રંથકારે બતાવેલ આદિનું મધ્ય અને અંત્ય મંગળના હેતુઓ અંગે સ્પષ્ટતા કર્યા બાદ : જ્ઞાની જ્ઞાનથી અવશ્યભાવી ઘટનાઓ જાણતા હોવા છતાં આચરણ કરે છે, એ મુદો સમજાવવા માટે ભગવાન શ્રી મહાવીરદેવના જીવનની ઘટનાનું વર્ણન કરવા સાથે જ્ઞાનનું અજીર્ણ શું ? જ્ઞાન કોને અપાય ? આમ્નાય અને ગુરુસેવાની મહત્તા શી ? જ્ઞાનનો ઉપયોગ શો ? વગેરે મુદ્દાઓ ઉપર શાસ્ત્રીય છણાવટ કરી જ્ઞાની અને અજ્ઞાનીની ચેષ્ટાનું સ્વરૂપ બતાવ્યું. સાથે સમ્યગ્દષ્ટિ આત્માની સંસાર પ્રત્યે મનોભાવના કેવી ? સાચું ગુરુતત્વ શું કરે ? ગુણ ન હોવા છતાં ગુણસ્થાનક નામ કેમ ? એ પ્રશ્નોના ઉત્તર આપવાપૂર્વક છેવટે આત્મા ઉપર લાગેલો કર્મનો કચરો સાફ કર્યા વિના મોક્ષ ન મળે એ વાતને પુષ્ટ કરવા તંબોળી વગેરેના પ્રસિદ્ધ પ્રસંગોનો ઉપયોગ કરી પ્રવચન પૂર્ણ કર્યું છે.
મુવાક્ષાત • જ્યાં આજ્ઞાની આધીનતા હોય, ત્યાં જ સાચો નમસ્કાર સંભવે છે. • “અભિમાન' એ જ્ઞાનનું અજીર્ણ કહેવાય છે. • નિંદા સાંભળવી અને એથી અક્ષુબ્ધ રહેવું સહેલું, પણ પ્રશંસા સાંભળવી અને એ જીરવવી એ
કઠણ છે. ૦ જ્ઞાન પણ યોગ્યતા જોઈને જ દેવાય. • જ્ઞાન એ આડંબર કરવા માટે કે અડંગો જમાવવા માટે નથી જ પરંતુ તેની પ્રાપ્તિ દ્વારા મન,
વચન અને કાયા ઉપર મજબૂત કાબૂ મેળવી કર્મક્ષય કરવા માટે છે. • સંસારને અગ્નિ સમાન માનતો અંતરાત્મા સમ્યગ્દષ્ટિ આત્મા, કોઈ પણ ભોગે એનાથી
બચવાના પ્રયત્નો કરે, એ વખતે કોઈ બાંધવા આવે તો તેને અપકારી જ લાગે. ૦ સદ્ગુરુ તો બંધનનાં દોરડાં કાપ્યા વિના રહે જ નહિ અને બંધનનાં દોરડાં વધારે તે ગુરુ જ
• ધર્મીને ધર્મ મળ્યો છે માટે એ ભક્તિપાત્ર અને કમનસીબીને લઈને અધર્મીને ધર્મ મળ્યો નથી,
માટે એ દયાપાત્ર ! પણ ત્રીજો વિરોધી તો આંખો કાઢનારો, એટલે એની તો ગણના જ નહિ. • દયા એનું નામ નથી કે જેનાથી આત્માનો ઘાત થાય. • સડેલો ભાગ આધો રાખો તેમાં કાંઈ વૈરભાવ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org