________________
૫ : શ્રી જૈનશાસનની ઉજવળ મર્યાદાઓ ઃ
ચરણની રુચિ વિના બધું જ હાનિકર !
શ્રી આચારાંગ સૂત્રમાં અત્યાર સુધીમાં આપણે જોઈ ગયા કે ટીકાકાર મહર્ષિએ મંગલાચરણ કરતાં સમજાવ્યું કે આ તીર્થ સદાને માટે જયવંતુ વર્તે છે. કેમ કે તેમાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી તથા એક પણ યોગ્ય વિચારનો ઇન્કાર નથી. એટલા જ માટે તે શાશ્વત છે, અનુપમ છે, અને સધળા શ્રી જિનેશ્વરદેવોથી નમસ્કાર કરાયેલું છે.
આગળ ચાલતાં આપણે એ પણ જોયું કે કલ્યાણના અર્થી આત્માએ કલ્યાણના અર્થી આત્માને માટે, શ્રી અરિહંતદેવના જ વચનનો અનુયોગ કરવો તે જ યોગ્ય છે. કારણ કે એ સિવાય સાચો વિવેક આવતો નથી, સાચો વિવેક આવ્યા વિના હેય તથા ઉપાદેય પદાર્થોનું જ્ઞાન થતું નથી. હેય તથા ઉપાદેય પદાર્થોનું જ્ઞાન થયા વિના રાગ, દ્વેષ તથા મોહ ઘટતા નથી, અને એ રાગ, દ્વેષ તથા મોહ ન ઘટે ત્યાં સુધી આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ દુ:ખ તેમ જ જન્મજન્માંતરના પરિભ્રમણરૂપ દુઃખ દૂર થતું નથી અને સુખની પ્રાપ્તિ પણ થતી નથી. એટલે કે જે આત્મા સ્વકલ્યાણની કામનાવાળો હોય તેણે આત્મકલ્યાણની કાંક્ષાવાળા આત્માને માટે, શ્રી અરિહંતદેવનાં જ વચનનો અનુયોગ કરવો એ જ ઇષ્ટ છે, અને એથી જ સાચા વિવેકની, સાચા જ્ઞાનની તથા સાચા સુખની પ્રાપ્તિ થઈ શકે તેમ છે.
શ્રી અરિહંતદેવના વચનના અનુયોગને ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યો છે : ૧- ધર્મકથાનુયોગ, ૨- ગણિતાનુયોગ, ૩- દ્રવ્યાનુયોગ અને ૪- ચરણકરણાનુયોગ. આ ચારે અનુયોગોમાં મુખ્યતા ચરણકરણાનુયોગની છે, કારણ કે જ્યાં સુધી એ ચરણકરણાનુયોગની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી પૂર્વના ત્રણ ધર્મકથાનુયોગાદિ અનુયોગો વાસ્તવિક રીતે જોઈએ તેટલા સફળ થતા જ નથી. પૂર્વના ત્રણ અનુયોગો ચોથા ચરણક૨ણાનુયોગની પ્રાપ્તિ માટે જ છે. અને માટે જ એ વિનાના પહેલા ત્રણ અનુયોગોન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org