________________
૧૦૮
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ -
- -
વિશેષ પ્રકારે વિચરવા યોગ્ય :
આ પ્રકારે નવે અધ્યયનોના અર્વાધિકારોનું પ્રતિપાદન કર્યા પછી, ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે નવમા અધ્યયનમાં કહેલ અર્થાધિકારનું પ્રતિપાદન કરવું, એ શેષ સાધુઓના ઉત્સાહની વૃદ્ધિ માટે ખાસ જરૂરી છે અને એ જ કારણે નવમાં અધ્યયનમા નિયુક્તિકાર શ્રત કેવલી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજીએ ફરમાવ્યું છે કે –
"तित्थयरो चउणाणी, सुरमहिओ सिझियव्वंमि धुवंमि । अणिगृहियबलविरिओ, सव्वत्थामेसु उज्जमइ ।।१।। किं पुण अवसेसेहिं. दुक्खक्खयकारणा सुविहिएहि ।
હૉતિ નામથર્વ, સપવા માગુ તારા” “ચાર જ્ઞાનના ધણી અને સૂરોથી પૂજિત એવા શ્રી તીર્થંકર ભગવાન નિશ્ચિત સિદ્ધિપદને પામવાવાળા છતાં પણ, બળવીર્યને ગોપવ્યા વિના સર્વપ્રકારના સામર્થ્ય કરીને ઉદ્યમ કરે છે. તો પછી આ પ્રત્યપાયવાળા મનુષ્યપણામાં દુખલયના કારણે બાકીના સુવિહિત આત્માઓએ ઉદ્યમ કેમ ન કરવો જોઈએ? અર્થાત્ કરવો જ જોઈએ.”
આ ઉપરથી સહજમાં સમજી શકાય તેમ છે કે મનુષ્યપણું પણ આપત્તિઓથી ગ્રસ્ત છે. એટલે એ મનુષ્યપણું પામીને હિતના અર્થી આત્માઓએ દુઃખનાં કારણોનો ક્ષય કરવા માટે પરમાત્માની આજ્ઞા મુજબ આ સૂત્રમાં કહેલા ક્રમ પ્રમાણે ગુણવત્તા મેળવી પ્રબળ પ્રયત્નો કરવા જોઈએ, કારણ કે એ રીતના પ્રબળ પ્રયત્નો કર્યા વિના આ દુઃખમય સંસારથી મુક્તિ કોઈ પણ રીતે થઈ શકે તેમ નથી. આસ્તિક્યની આવશ્યકતા :
ચાર ચાર જ્ઞાનના ધણી અને સૂરોથી પણ પૂજિત એવા શ્રી તીર્થંકરદેવો પણ, પોતાની સિદ્ધિ નિશ્ચિત હોવા છતાં પણ બળવીર્યને ગોપવ્યા વિના સર્વ પ્રકારના બળે કરીને ઉદ્યમ કરે છે, તો બીજા સિદ્ધિપદના અર્થી આત્માઓએ ઉદ્યમ કેમ ન કરવો જોઈએ ? અર્થાત્ કરવો જ જોઈએ.' - આ પ્રમાણે માનનાર આત્માઓએ “શસ્ત્રપરિજ્ઞા' નામના પ્રથમ અધ્યયનમાં પ્રતિપાદન કર્યા મુજબ, સામાન્ય રીતે જીવોના અસ્તિત્વમાં અને વિશેષ પ્રકારે પૃથ્વીકાય' આદિના અસ્તિત્વમાં આસ્તિક્ય અવશ્ય ધરવું જોઈએ. અન્યથા તે જ અધ્યયનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org