________________
૪ઃ આગમનો સાર શું?
શ્રી આચારાંગ એ પ્રથમ અંગ છે અને તે શ્રી જિન પ્રવચનનો સાર છે?
અત્યાર સુધીમાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ આપણને સમજાવી દીધું કે “સંસારી પ્રાણી માત્ર રાગ, દ્વેષ અને મોહથી અભિભૂત હોવાથી શારીરિક અને માનસિક અનેક અતિ કટુક દુઃખોથી પીડિત છે. તેણે જો પોતાનાં તે દુઃખો દૂર કરવાં હોય, તો હેય અને ઉપાદેય પદાર્થોના પરિજ્ઞાન માટે પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે હેય અને ઉપાદેય પદાર્થોનું સમ્યજ્ઞાન થયા વિના એ દુઃખનો નાશ કોઈ પણ રીતે શક્ય નથી. તે હેય અને ઉપાદેય પદાર્થોના જ્ઞાન માટેનો વાસ્તવિક પ્રયત્ન પણ વિશિષ્ટ પ્રકારના વિવેક વિના થઈ શકતો નથી. અને એ વિશિષ્ટ વિવેકની પ્રાપ્તિ પણ સકલ અતિશયોથી સંપન્ન આપ્તપુરુષના ઉપદેશ વિના અશક્ય જ છે. આખ પણ તે જ કહેવાય છે, કે જેના રાગ, દ્વેષ અને મોહાદિક દોષોનો આત્યંતિક ક્ષય થયો હોય. અને રાગાદિક દોષોનો તેવો ક્ષય શ્રી અરિહંતદેવ સિવાય અન્ય કોઈનો જ હોઈ શકતો નથી. માટે સુખના અર્થીએ પોતાના અને અન્ય પ્રાણીમાત્રના હિત માટે, શ્રી અરિહંતદેવના વચનનો જ અનુયોગ કરવો જોઈએ.' વધુમાં એ પણ સમજાવ્યું કે “શ્રી અરિહંતદેવના વચનનો અનુયોગ - ૧- ધર્મકથાનુયોગ, ૨- ગણિતાનુયોગ, ૩- દ્રવ્યાનુયોગ અને ૪- ચરણકરણાનુયોગ' આ ચાર વિભાગમાં વહેંચાયેલો છે અને તેમાં પ્રધાનતમ અનુયોગ “ચરણકરણાનુયોગ” છે. એ સર્વપ્રધાન અનુયોગનું મુખ્ય પ્રતિપાદક આ “શ્રી આચારાંગ' સૂત્ર છે : તે પરમપદની પ્રાપ્તિમાં હેતુભૂત હોવાથી વિપ્નમય છે એ કારણથી આ અંગસૂત્રમાં સઘળાં વિઘ્નોના ઉપશમ માટે કરવા યોગ્ય મંગલ - આદિમાં, મધ્યમાં અને અંતમાં કરવામાં આવ્યું છે. આદિ મંગલ અભિલષિત શાસ્ત્ર અને તેના અર્થનો નિર્વિઘ્નપણે પાર પામવા માટે કરવામાં આવ્યું છે, મધ્યમંગલ અભિલષિત શાસ્ત્રાર્થને સ્થિર કરવા માટે કરવામાં આવ્યું છે અને અંત્ય મંગલ આ સૂત્ર અને તેનો અર્થ શિષ્ય અને પ્રશિષ્યની પરંપરામાં અવિચ્છિન્નપણે ચાલુ રહે, એ માટે આચરવામાં આવ્યું છે !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org