________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૩
રહેવાની ભાવના પણ કેમ થાય ? ઘણા દસ-પંદર ઉપવાસ કરે છે, એ જોઈને કોઈ એમ કહે કે ‘મારામાં તાકાત નથી' એ તો ઠીક, પરંતુ એને બદલે ‘પણ; ન કરીએ તોયે શું અને કરીએ તોયે શું ?' - એમ કહે તે તો અયોગ્ય જ છે, કારણ કે એમ કહેવામાં તો દાંભિક વૃત્તિ છે.
૫૮
મનુષ્યને પ્રભુની ભક્તિ કરતો જોઈને દેવો તુષ્ટમાન થતા સાંભળ્યા છે, પણ ઇંદ્રને ભક્તિ કરતાં જોઈ એના ઉપર કોઈ ઇંદ્ર પણ તુષ્ટમાન થતા સાંભળ્યા છે ? ઇંદ્ર ભક્તિ કેવી કરે ? છેક ક્ષીરસાગરથી પાણી લાવે, પાંચ રૂપે ભક્તિ કરે, એક રૂપે વજ્ર લઈને દોડે, એક રૂપે પાછળ છત્ર ધરે, બે રૂપે ચામર વીંઝે, અને એક રૂપે પ્રભુને લે. આવી રીતે પાંચ રૂપે ભક્તિ કરે છે, છતાં કોઈ તુષ્ટમાન થયા નહિ અને મનુષ્ય ઉપર દેવો તુષ્ટમાન થાય છે, કારણ કે જિનેશ્વરદેવની આજ્ઞાના આદર્શની નિકટ મનુષ્ય પહોંચી શકે છે. મનુષ્યના સંયોગો એવા છે કે જેથી દેવો પણ તેને પહોંચી ન શકે.
586
દેવતાની ભક્તિ મનુષ્યની ભક્તિની તોલે નહિ આવે. પણ હાલ જે ભક્તિ થાય છે તે ન માનતા. ઇંદ્ર મહારાજ તો ભગવાનને બહુમાનથી બે હાથે લેતા અને આજ તો ભગવાનની મૂર્તિને પ્રાયઃ ઘણા તરફથી ગળેથી પકડાય છે. જાણે દુશ્મનને જ ન પકડતા હોય ! શ્રી સિદ્ધચક્રજીના ગટ્ટાઓની તો એક ઉપર એક એમ થપ્પી કરે છે. કોઈ જુએ તો પણ ત્રાસ થાય. જો કોઈ તેમ ન કરવા કહે, તો સામે એમ જ કહે કે ‘બેસ, બેસ, અમે તો રોજ એમ કરીએ છીએ.’ અવિધિ કોઈ વખત થાય તે પ્રમાદથી, ભૂલથી, પણ વિધિની દરકાર જ ન કરાય, કોઈ કહે તો પણ અમલ ન થાય અને અવિધિનો ગોટાળો કાયમ જ રખાય, એ ભક્તિ કેમ ફળે ?
ઇંદ્રોની ભક્તિ કમ નથી, પણ એ પૌદ્ગલિક સંસર્ગમાં તલ્લીન છે, ફસેલા છે. મનુષ્ય જે ભાવના મેળવી શકે તે મેળવવાની એમનામાં તાકાત નથી. શ્રી દશાર્ણભદ્ર રાજા સામે પ્રભુભક્તિના વરઘોડાને અંગે ઇંદ્રે બહુ કર્યું, પણ એ રાજાએ જ્યાં મુકુટ ઉતારી સંયમ લીધું કે તરત જ ઇંદ્ર નમ્યા અને કહ્યું કે, ‘હું હાર્યો.’ મનુષ્ય આગળ ઇંદ્રો ભોગના વિષયમાં પહોંચે, પણ ત્યાગમાં નહિ. આત્મસિદ્ધિની વાત આવે ત્યાં તો ઇંદ્રો પણ પાછા જ હઠે.
સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોને પણ મોક્ષે જવા મનુષ્યલોકમાં આવવું પડે. ત્યાંથી સિદ્ધશિલા ફક્ત બાર જ યોજન ઊંચી, છતાં ત્યાંથી ન જવાય, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org